પાટણ: સમગ્ર રાજ્યમાં 26મી જાન્યુઆરી 2001માં સવારના સમયે ભૂકંપ આવ્યો હતો. ત્યારે ,આજે 19 વર્ષ પછી સમગ્ર રાજ્યમાં રાત્રે 8 કલાકે ફરીથી ધરા ધ્રુજી ઉઠી હતી.પાટણ સહિત રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં ધરતીકંપની અસર જોવા મળી હતી.
પાટણ પંથકમાં ધરતીકંપથી ધરા ધ્રુજી, લોકો નિકળ્યા ઘરની બહાર - ગુજરાતમાં ધરતીકંપ
કચ્છના ભચાઉ નજીક રવિવારના રોજ સાંજના સમયે એકાએક ધરતીકંપના આંચકા આવતા તેની અસર પાટણ જિલ્લાના રણકાંઠાના ગામોમાં પણ જોવા મળી હતી અને ધરતીકંપથી ધરા ધ્રુજી ઉઠતા લોકો ભયભીત બની ઘરની બહાર દોડી આવ્યા હતા.
પાટણ પંથકમાં ધરતીકંપથી ધરા ધ્રુજી, લોકો બચવા ઘરની બહાર નીકળ્યા
કચ્છના ભચાઉ નજીક રવિવારના રોજ સાંજના સમયે એકાએક ધરતીકંપના આંચકા આવતા તેની અસર પાટણ જિલ્લાના રણકાંઠાના ગામોમાં પણ જોવા મળી હતી અને ધરતીકંપથી ધરા ધ્રુજી ઉઠતા લોકો ભયભીત બની ઘરની બહાર દોડી આવ્યા હતા.
પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, વારાહી, સમી તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે ગ્રામ્ય વિસ્તારોના મકાનોમાં તિરાડો પડી હતી. ધરતીકંપના કારણે લોકો બચવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા.