ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં બજરંગ પિપરમીન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી રેડ પાડતા સામે આવ્યું કાંઈક આવું - વડોદરાની સરકારી લેબોરેટરી

પાટણમાં દોશી વટ બજારમાં આવેલો બજરંગ પિપરમિન્ટ સ્ટોર્સે(Bajrang Peppermint in Patan) અચાનક જ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટએ(Food and Drugs Department) રેડ પાડી હતી. 12 જેટલી વસ્તુઓનો જથ્થો સામે આવતા તમામ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. તપાસ ટીમને પેકિંગ ટામેટા, સોસ અને ખુશ્બુ ચોકલેટના નમૂના લઇ પૃથકકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.

પાટણમાં બજરંગ પિપરમીન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી રેડ પાડતા સામે આવ્યું કાંઈક આવું
પાટણમાં બજરંગ પિપરમીન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી રેડ પાડતા સામે આવ્યું કાંઈક આવું

By

Published : Jun 1, 2022, 10:14 PM IST

પાટણ:શહેરમાં દોશી વટ બજારમાં (Patan Doshi Vat Bazaar) આવેલો બજરંગ પિપરમિન્ટ સ્ટોર્સ પર પાટણ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરી હતી. દુકાનમાંથી શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા સમાન એક્સપાયરી ડેટવાળી ચીજ વસ્તુઓનો જથ્થો (Items with Expiration Date) હસ્તગત કરી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેકીંગ ટામેટા સોસ(Packing tomato sauce) અને ખુશ્બુ પિપરમેન્ટ ચોકલેટનો જથ્થો(Quantity of fragrant peppermint chocolate) શંકાસ્પદ જણાતા તેના નમૂના લઇ પૃથ્થકરણ માટે વડોદરાની સરકારી લેબોરેટરીમાં(Government Laboratory Vadodara) મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

પાટણમાં દોશી વટ બજારમાં આવેલો બજરંગ પિપરમિન્ટ સ્ટોર્સે

આ પણ વાંચો:Patan Fake Ghee : ઘીની બજારમાં ફૂડ વિભાગની ઓંચિતી તપાસ, વેપારીઓ પાછળની ગલીએથી રફુચક્કર

રેડ દરમિયાન દુકાનમાંથી એક્સપાયરી ડેટની 12 જેટલી વસ્તુઓનો જથ્થો મળી આવ્યો -પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે(Patan Food and Drugs Department Team) સંતદાસ સિંધીની બજરંગ પિપરમિન્ટ સ્ટોર્સ નામની હોલસેલની દુકાનમાં ઓચિંતી રેડ કરી હતી. આ દુકાનમાં રહેલા ચીજ વસ્તુઓની તપાસણી કરતા મેપ્રો ફ્રુટ કેન્ડી ચોકલેટ 10 ડબ્બા રુપિયા 1500, ડેડી બ્રાઉઝિંગ ચોકો કેન્ડી 6 ડબ્બા કિ રૂપિયા 900, હોલ્ફ શરબત બોટલ નંગ 8 રુપિયા 800, જય ગ્રીન ચીલી સોસ ટીન નંગ 9 રૂપિયા 180 , મોરજ શરબત બોટલ નંગ 28 કિ રુપિયા 3360, ક્રિષ્ના સોફ્ટ ડ્રીક્ર એશંશ બોકસ નંગ 12 કિ રૂપિયા 1200, સ્વાદ સિઝલેબ બોક્સ નંગ 12 કિ રુપિયા 500, ટાટેરરૂમ LLP પેકેટ નંગ 10 કિ રૂપિયા 600, ચિકી પેકેટ નંગ 26 રૂપિયા 1260 , ખુશ્બુ સ્વીટ ચોકલેટ પેકેટ નંગ 18 રુપિયા 540, કેના કેન્ડી 8 જાર રુપિયા 800 મળી કુલ 12 જેટલી એક્સપાયરી ડેટનો રુપિયા 11,640 નો જથ્થો ઝડપી પાડી સ્થળ ઉપર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. એક્સપાયરી ડેટના જથ્થા મામલે દુકાનદારને ફૂડ વિભાગે નોટિસ(Notice by the Food Department) પાઠવી ખુલાસો પુછ્યો હતો.

શંકાસ્પદ જણાતા તેના નમૂના લઇ પૃથ્થકરણ માટે વડોદરાની સરકારી લેબોરેટરીમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:સુરત: બેસ્ટ મેડિકલ સ્ટોરમાં SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, પ્રિસ્ક્રિપ્શન વગર આપતા હતા સીરપ

પેકિંગ ટામેટા સોસ અને ખુશ્બુ ચોકલેટના નમૂના લઇ પૃથકકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા -ઉપરાંત ટીમ દ્વારા દુકાનમાંથી પેકીંગ ટામેટા સોસ અને ખુશ્બુ પિપરમેન્ટ ચોકલેટનો જથ્થો શંકાસ્પદ જણાતા પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલી આપી એકસપાયરી ડેટનો જથ્થો રાખવા બદલ દુકાનદાર વેપારીને નોટિસ પાઠવી ખુલાસો પુછવાની તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details