ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાને કારણે પાટણના પંચાસર દેરાસરમાં દર્શનના સમયમાં ફેરફાર - કોરોના ઈફેકટ

કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પંચાસર દેરાસરમાં દર્શન અને પૂજા અર્ચના માટે આવતા દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટીઓ દ્વારા નવા નિયમો બનાવ્યા છે. દર્શન અને પૂજા માટેના સમયમાં ફેરફાર કર્યો છે. સરકારની ગાઇડલાઇનનું પાલન થાય એવી વ્યવસ્થા દેરાસરમાં કરવામાં આવી છે.

પંચાસર દેરાસરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર
પંચાસર દેરાસરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર

By

Published : Mar 28, 2021, 5:22 PM IST

  • કોરોનાની અસર દેવસ્થાનો ઉપર પડી
  • પંચાસર દેરાસરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર
  • ગર્ભગૃહમાં પૂજા માટે 5 વ્યક્તિઓને આપવામાં આવે છે પ્રવેશ
  • સવારે 6 થી 12 અને સાંજે 5 થી 7 વાગ્યાનો કર્યો સમય

પાટણ: જિલ્લાના ઐતિહાસિક પ્રાચીન પંચાસર પાર્શ્વનાથ જિનાલયમાં શહેર સહિત અન્ય શહેરોમાંથી જૈન શ્રાવકો દર્શન તેમજ પૂજા અર્ચના માટે આવતા હોય છે, ત્યારે હાલમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે દેરાસર ટ્રસ્ટ દ્વારા જિનાલયના મુખ્ય ગર્ભગૃહમાં પાંચ દર્શનાર્થીઓ પૂજા કરીને બહાર નીકળ્યા બાદ બીજા શ્રાવકોને પ્રવેશ આપવામાં આવશે. તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય શ્રાવકો કલા મંડપમાં બેસી બહારથી દર્શન કરી શકે તે પ્રમાણેના નિયમો બનાવ્યા છે.

કોરોનાની અસર દેવસ્થાનો ઉપર પડી

આ પણ વાંચો:ડાકોર મંદિર ત્રણ દિવસ સુધી ભાવિકો માટે બંધ

માસ્ક વગર દર્શનાર્થીઓને પ્રવેશ નહી અપાઈ

દેરાસરમાં આવતા શ્રાવકોએ ફરજિયાત માસ્ક પહેરીને આવવું. માસ્ક વગર આવનારા દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. તે પ્રમાણેના નિયમો બનાવ્યા છે સાથે-સાથે દેરાસરમાં દર્શન અને પૂજાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા દેરાસર સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેતું હતું, પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને હાલમાં સવારે 6 થી 12 વાગ્યા સુધીનો અને સાંજે 5 થી 7 વાગ્યા સુધીનો કર્યો છે.

આ પણ વાંચો:કોરોના સંક્રમણને લઈ વડતાલ ધામનો રંગોત્સવ રદ્દ

ધર્મશાળામાં હાલ પ્રવેશ કર્યો બંધ

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જૈન દેરાસરની બાજુમાં આવેલી ધર્મશાળામાં હાલ પૂરતો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details