પાટણ : ધીણોજ ચાણસ્મા હાઇવે પર ગંગાપુરા નજીક પુલિયા (young man Dhinoj Chanasma highway) ઉપરથી ધસમસતા પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. તે સમયે ત્યાંથી એકટીવા ઉપર બે શખ્સો પસાર થઈ રહ્યા હતા. જેમાં એક શખ્સ પાણીના વહેણમાં તણાતા (Young man strangled in Gangapur causeway) ચકચાર મચી ગઈ હતી. જોકે, તે સમયે સ્થાનિક તરવૈયાઓ તેમજ SDRMની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં હજી સુધી આ યુવકનો કોઈ પત્તો મળ્યો નથી.
ધસમસતા પાણીના પ્રવાહમાં બે યુવક ખેંચાયા એકનો બચાવ, બીજો લાપતા આ પણ વાંચોભાવનગરમાં નદી પસાર કરવા જતાં 25 વર્ષીય યુવક તણાયો, બીજા દિવસે મળ્યો મૃતદેહ
શુ છે ઘટના વરસાદે છેલ્લા બે દિવસથી પાટણ જિલ્લાને ઘમરોળ્યું છે. જેને લઇ સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદને લઇ જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે રહેતા રાઠોડ જીતેન્દ્રકુમાર અને તેમનો મિત્ર વ્યાસ બપોરના સમયે પોતાનું એકટીવા લઈને મહેસાણાથી ધીણોજ આવવા નીકળ્યા હતા. તે દરમિયાન ધીણોજ નજીક ગંગાપુર તરફ આવતા નદીના પુલિયા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે ત્યારે પાણીનો પ્રવાહ વધતા એકટીવા સાથે બંને યુવકો પાણીના વહેણમાં તણાયા હતા. જેમાં વ્યાસ રિતેશનો આબાદ બચાવ થયો હતો. જ્યારે રાઠોડ જીતેન્દ્ર પાણીમાં તણાઈ લાપતા થયો હતો.
આ પણ વાંચોબસ સ્ટેશન બેટમાં ફેરવાતાં વરસાદે પ્રવાસીઓને પડાવી દીધી બૂમ
ધસમસતા પાણીમાં યુવકની શોધખોળઆ સમગ્ર ઘટનાની જાણ ગામ લોકોને થતા લોકોના ટોળેટોળા પુલિયા નજીક દોડી આવ્યા હતા. તો બીજી તરફ સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીમાં લપતા યુવકની શોધખોળ હાથ ધરી હતી. છતાં યુવકની કોઈ ભાળ ન મળતા છેવટે SDRMની ટીમ બોલાવવાની ફરજ પડી હતી. તેમજ ટીમના તરવૈયાઓએધસમસતા પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ચાણસ્મા PSI આર.ડી. મકવાણા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. rain in Patan, causeway Youth drowned in Chanasma Gangapura august 2022, causeway youth drowned in gujarat, Dhinoj Chanasma highway, Gangapur river young men strained