પાટણ: કોરોના વાઈરસને પગલે 144ની કલમ અને લોકડાઉન અમલી છે. છતાં કેટલાક લોકો તેનો ભંગ કરી મહોલ્લા, પોળ, સોસાયટીઓમાં ક્રિકેટ, કેરમ સહિતની રમતો રમે છે. ઓટલાઓ ઉપર ટોળાવળી વાર્તાલાપ કરે છે. આવા લોકો ઉપર અંકુશ રાખવા અને ગુનો નોંધવા પાટણ પોલીસે શહેર સહિત જિલ્લામા છ ડ્રોન કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવાની શરૂઆત કરી છે.
પાટણમાં લોકડાઉનનો અમલ કરાવવા ડ્રોન કેમેરાથી રખાશે નજર
કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા દેેશભરમાં લોકડાઉન કરાયું છે. પાટણમાં લોકડાઉનનો કડકપણે અમલ કરાવવા માટે તંત્ર દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવાશે. જે શહેરમાં ચાંપતી નજર રાખશે.
પાટણમાં લોકડાઉનનો અમલ કરાવવા ડ્રોન કેમેરાથી રખાશે નજર
પોલીસ દ્વારા પાટણ શહેરમાં બે, સિદ્ધપુર, રાધનપુર, હારીજ, ચાણસ્મામાં એક-એક મળી કુલ છ કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે. આગામી સમયમાં વધુ કેમેરા કાર્યરત કરાશે.