ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ નગરપાલિકામાં પાટીદારોનો દબદબો - પુનરાવર્તન કે પરિવર્તન

પાટણ નગરપાલિકાની આગામી સમયમાં 94મી ચૂંટણી યોજાવાની છે. ત્યારે નગરપાલિકાના 93 વર્ષના શાસન દરમિયાન અનેક ચડાવ-ઉતાર વચ્ચે પાટીદાર સમાજનું પ્રભુત્વ જોવા મળ્યું છે. પાટીદાર નેતા અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ પટેલે પાંચ વખત ચૂંટાઈને 25 વર્ષ સુધી પ્રમુખ પદ સંભાળી નગરપાલિકાના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ વખત પ્રમુખ બનવાનું બહુમાન મેળવ્યું છે.

પાટણ નગરપાલિકામાં પાટીદારોનો દબદબો
પાટણ નગરપાલિકામાં પાટીદારોનો દબદબો

By

Published : Jan 6, 2021, 5:02 PM IST

  • પાટણમાં 1927થી લડવામાં આવે છે નગરપાલિકાની ચૂંટણીઓ
  • 1989થી રાજકીય પક્ષોના પ્રતીક ઉપર લડાઈ છે ચૂંટણી
  • કાંતિલાલ નાનાલાલ પટેલે 25 વર્ષ સુધી નગરપાલિકાનું કર્યું નેતૃત્વ
  • પાટણ નગરપાલિકામાં ભાજપે 20 વર્ષ સુધી કર્યું એકચક્રી શાસન

પાટણઃ નગરપાલિકાની 1927માં અસ્તિત્વમાં આવી આ સમયે રાજકીય પક્ષોના બદલે સ્થાનિક કક્ષાએ પેનલ બનાવી ચૂંટણી યોજાતી હતી અને શહેરીજનો સારી પ્રતિભા અને બીન વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા જનપ્રતિનિધિને ચૂંટીને મોકલતા હતા, પ્રથમ ચૂંટણી બાદ છોટાલાલ કિલાચંદ શેઠ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ બન્યા હતા. 63 વર્ષ સુધી બિનરાજકીય રીતે ચૂંટણી યોજાયા બાદ વર્ષ 1989માં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પક્ષના મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ સાથે ચેનલ બનાવી ચૂંટણી લડવામાં આવી હતી, જેમાં વહીવટદાર શાસનને બાદ કરતા વર્ષ 1995થી 2015 સુધી સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું હતું.

પાટણ નગરપાલિકામાં પાટીદારોનો દબદબો

પાટીદાર અનામત આંદોલનને લઇ કોંગ્રેસે નગરપાલિકાની ડોર સંભાળી

20 વર્ષ બાદ પૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસે સત્તા હાંસલ કરી

અઢી વર્ષમાં જ કોંગ્રેસના સભ્યોનો આંતરિક વિખવાદ આવ્યો સામે

આંતરિક વિખવાદને લઈ કોંગ્રેસે નગર પાલિકામાં પાંચ પ્રમુખો બદલ્યા

પક્ષથી નારાજ થઈ કોંગ્રેસના કદાવર નેતા અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા હતા

નગરપાલિકાના ઇતિહાસમાં 70 કરોડથી વધુની વિકાસ લક્ષી ગ્રાન્ટ છેલ્લા અઢી વર્ષમાં મળી

પાટણ નગરપાલિકામાં પાટીદારોનો દબદબો

ત્યારબાદ પાટીદાર અનામત આંદોલનના પડઘા પાટણમાં પડ્યા હતા અને વર્ષ 2015ની નગરપાલિકાની ચૂંટણીમાં 33 ઉમેદવારો સાથે કોંગ્રેસે ઐતિહાસીક બહુમતી સાથે સત્તારૂઢ બની હતી, પરંતુ કોંગ્રેસ સભ્યોના આંતરિક વિખવાદોમાં અઢી વર્ષના શાસનમાં પાંચ પ્રમુખો બદલાયા હતા. અઢી વર્ષના બીજા ટર્મમાં કોંગ્રેસના કદાવર નેતા મહેન્દ્ર પટેલ અને તેમના સમર્થક સભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપના સમર્થનથી ટીમ પાટણની રચના કરી પ્રમુખપદે સત્તારૂઢ બન્યા હતા, ત્યારબાદ મહેન્દ્ર પટેલ અને તેમના સમર્થકોએ કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા અને ફરી એકવાર ભાજપનું શાસન નગરપાલિકામાં આવ્યું હતું. નગરપાલિકાના 93 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ રૂપિયા 70 કરોડથી વધુની વિકાસ લક્ષી ગ્રાન્ટ ભાજપના અઢી વર્ષના શાસનમાં નગરપાલિકાને મળી હતી.

પાટણ નગરપાલિકામાં પાટીદારોનો દબદબો

આગામી સમયમાં નગરપાલિકાની 94 મી ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે શહેરીજનો ફરી પુનરાવર્તન કે પરિવર્તન કરશે તેના ઉપર રાજકીય પંડિતોની મીટ મંડાઇ છે.

ABOUT THE AUTHOR

...view details