- ધારપુર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓ માટે કરાઇ અલાયદી વ્યવસ્થા
- સગર્ભા મહિલાઓને વેઇટિંગ વગર કરવામાં આવે છે દાખલ
- દસ દિવસમાં 15થી વધુ સગર્ભા મહિલાઓના કરવામાં આવ્યા છે ઓપરેશન
પાટણ:જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે કોરોના સંક્રમિત સગર્ભા મહિલાઓ માટે ધારપુર સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ગાયનેક તબીબો જીવન દિપક સમાન બન્યા છે. જિલ્લામાં આવેલી ખાનગી ગાયનેક હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓને સારવાર આપવામાં આવતી નથી. જેને લઇ ધારપુરમાં મહિલાઓ માટે ખાસ અલાયદી વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી મહિલાઓને કોઈપણ જાતના વેઈટિંગ વગર તરત જ દાખલ કરવામાં આવે છે.
આ પણ વાંચો: જી.જી હોસ્પિટલની બહાર ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનો આભાર માનવામાં આવ્યો
14 સગર્ભા મહિલાઓના ઓપરેશન કરી બચાવ્યા છે જીવ
તેઓની માટે અલગ રસ્તાની વ્યવસ્થા કરાઇ છે અને ઓક્સિજન તથા વેન્ટિલેટર બેડની પણ અલગ વ્યવસ્થા કરી અમુક બેડ રિઝર્વ રાખી સ્પેશિયલ 16 બેડનો વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં અલગ ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. ડોક્ટર અને સ્ટાફ PPE કીટ પહેરીને મહિલાઓની પ્રસુતિ કરાવે છે. કોરોના સંક્રમિત મહિલાઓનું ઓક્સિજન લેવલ મેઈન્ટેન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. જેથી આવી સ્થિતિમાં પૂરતા લેવલથી ઓક્સિજન ચાલુ રાખી ઓપરેશન કરવામાં આવે છે.