ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રદ્ધાળુઓની લાંબી કતાર, સમૂહ કાલી પૂજાના આયોજનમાં 1008 નામનો ઉચ્ચાર - samuh Kali Puja organized in Patan

પાટણના (Diwali in Patan) નગર દેવી પરિસર ખાતે સમૂહ કાલીનું પૂજાનું આયોજન કરાયું હતુું. આ પૂજામાં માતાજીના 1008 નામોનું ઉચ્ચારણ (Patan kalika mata mandir) કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી હતી. (samuh kali puja in Patan)

શ્રદ્ધાળુઓની લાંબી કતાર! સમૂહ કાલી પૂજાના આયોજનમાં 1008 નામોનો ઉચ્ચાર
શ્રદ્ધાળુઓની લાંબી કતાર! સમૂહ કાલી પૂજાના આયોજનમાં 1008 નામોનો ઉચ્ચાર

By

Published : Oct 24, 2022, 1:54 PM IST

Updated : Oct 24, 2022, 3:16 PM IST

પાટણ રાજ્યમાં દિવાળીના દિવસોની લોકો ભારે ઉત્સાહ સાથે (Diwali in Patan) ઉજવણી કરી રહ્યા છે. લોકો દિવાળી નિમિત્તે આસપાસમાં માતાજીના મંદિરે જઈને માતાના આશીર્વાદ (Patan kalika mata mandir) મેળવે છે. ત્યારે પાટણ નગર દેવી શ્રી કાલિકા માતાના મંદિર પરિસર ખાતે કાળી ચૌદસ નિમિત્તે સમૂહ કાલી પૂજા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામા નગરજનોએ કાલી પૂજા કરીને ધન્ય અનુભવી હતી. (samuh kali puja in Patan)

સમૂહ કાલી પૂજાના આયોજનમાં 1008 નામોનો ઉચ્ચાર

સ્વયંભૂ પ્રગટ થયેલી માતાની મૂર્તિ વર્ષો પહેલા કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી માં મહાકાળી (samuh Kali Puja in Patan) માતાની મૂર્તિને પાટણના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહે સ્થાપિત કરી હતી. ત્યારથી આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દિવાળીના બીજા સોપાન એવા કાળી ચૌદશ એટલે કે સાધના કરવાના દિવસે સાધકો એકાંત સ્થળે જઈ રાત્રી દરમિયાન વિવિધ દેવી દેવતાઓની સાધના અને ઉપાસના કરે છે. ત્યારે નગર દેવી શ્રી મહાકાળી મંદિર પરિસર ખાતે સમૂહ કાલી પૂજાનું આયોજન મંદિરના પુજારી દ્વારા કરવામાં આવ્યુ હતુ. (samuh Kali Puja organized in Patan)

માતાજીના 1008 નામ જાપકાલી પૂજામાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતાજીનો અભિષેક, શૃંગાર, પૂજન વિધિ કરવામાં આવી હતી. સાથે જ કાલિકા પુરાણમાં ઉલ્લેખિત 'ક' અક્ષરથી શરૂ થતા માતાજીના 1008 નામોના ઉચ્ચારણ દ્વારા ભાવિક ભક્તોએ પૂજા કરી હતી. મંદિરના પુજારી દ્વારા છેલ્લા 12 વર્ષથી આ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ પૂજાનો મુખ્ય હેતુ નગરજનોના આત્માના કલ્યાણ અને નગરમાં કાયમી શાંતિ બની રહે તે માટે હોય છે. આ પૂજાનું મહત્વ એ છે કે માતાજીના 1008 નામ જાપ કરવાથી એક હજાર ચંડીપાઠનું ફળ પ્રાપ્ત થાય છે. samuh Kali Puja Diwali in Patan, Diwali 2022 in Patan

Last Updated : Oct 24, 2022, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details