પાટણમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિકો પરેશાન - Disturb the locals
પાટણ: પાટણ શહેરને સ્વચ્છ બનાવવાની તંત્રની મોટી-મોટી વાતો વચ્ચે શહેરના સુભાષ ચોક વિસ્તારમાં ગટરના ઉભરાતા ગંદા પાણી પાલિકા તંત્રની પોલ ખોલી રહ્યાં છે, તો સ્થાનિકોમાં પણ ગટરના ઉભરાતા પાણીને લઈને નારાજગી જોવા મળી છે.
ગટરના ઉભરાતા પાણી
પાટણના રસ્તાઓ પર જોવા મળતું પાણી વરસાદને કારણે નહીં પણ નગર પાલિકાની બેદરકારીના કારણે ઉભરાતું ગટરનું ગંદુ પાણી છે. આ રસ્તો શહેરના હાર્દ વિસ્તાર ગણાતા આનંદ સરોવર તરફ જવાનો મુખ્ય માર્ગ છે, પરંતુ અહીંથી પસાર થતી ભૂગર્ભ ગટરની પાઈપ લાઈનમા વારંવાર પડતા ભંગાણને કારણે આ પરિસ્થિતિ ઉદભવી છે. જેના કારણે સ્થાનિકો તો પરેશાન છે જ. સાથે સાથે રાહદારીઓ અને વાહન ચાલકો પણ હાલકીનો સામનો કરી રહ્યાં છે.