- કોરોના સંદર્ભે અધિકારીઓને અગત્યની સૂચનાઓ પ્રભારી મંત્રીએ આપી
- પાટણ જિલ્લામાં આવનારા સમયમાં ચાર જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે
- રાધનપુર, વારાહી, સાંતલપુર અને સમી ખાતે નવીન ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે
પાટણ: જિલ્લામાં કોરોનાની વિકટ પરિસ્થિતિને લઈને પ્રભારી વાસણ આહિરે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરોની સાથે સાથે અંતરિયાળ વિસ્તારોની આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે.
કોરોના સંદર્ભે જિલ્લા પ્રભારી વાસણ આહિરે પાટણની મુલાકાત લીધી જિલ્લામાં 5 નવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય કેન્દ્ર ખાતે સેન્ટરો શરૂ કરીને શંકાસ્પદ કે હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરવામાં આવે તો દર્દીને વધુ ગંભીર પરિસ્થિતિમાંથી ઉગારી શકાય તેમ છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર અને નાગરિકોના સહિયારા પ્રયાસોથી જ કોરોના મહામારીને નાથી શકાશે. જેના માટે લોકો પણ સ્વૈચ્છિક લોકડાઉન સહિતની તંત્રની સૂચનાઓનું સુચારૂં પાલન કરે તે જરૂરી છે. જિલ્લાના દર્દીઓને સઘન સારવાર મળી રહે તે માટે જરૂરી ઓક્સિજનની માત્રામાં વધારો કરવા નાણાપંચ, સાંસદના અનુદાન તથા લોકભાગીદારીથી જિલ્લામાં રાધનપુર, વારાહી, સાંતલપુર અને સમી ખાતે નવીન ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાશે. આ પ્લાન્ટથી કાર્યરત થનારો ઓક્સિજનનો પર્યાપ્ત માત્રામાં જથ્થો ઉપલબ્ધ થવાથી દર્દીઓને સઘન સારવાર મળી રહેશે.