પાટણમાં ચકલીના માળા અને પાણીના કૂંડાનું કરાયું વિતરણ - GUJARATI NEWS
પાટણ: જિલ્લાની સેવાભાવી સંસ્થાઓની સાથે સાથે સમાજનું રક્ષણ કરતાં પોલીસ વિભાગના સેવાભાવી કાર્યકરો પણ પશુ પક્ષીઓની સેવામાં સહભાગી થયા છે. ગુજરાત પોલીસ લાઈન બોયઝ હેલ્પ સેન્ટર પાટણ જિલ્લાના કાર્યકરોએ આજે પક્ષીઓ માટે પાણીના કુંડા અને પક્ષીના માળાઓનું વિતરણ કર્યું હતું.
patan
ગુજરાત પોલીસ લાઈન બોયઝ હેલ્પ સેન્ટર પાટણ જિલ્લાના કાર્યકરો દ્વારા બાળકોને ચોપડા, બ્લડ ડોનેશન, પોલીસ વિભાગમાં આકસ્મિક મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને રોકડ સહાય સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે ઉનાળામાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે આજે શહેરના બગવાડા ચોક ખાતે પાણીના કુંડા તેમજ રેડિએશનના કારણે લુપ્ત થતી ચકલીઓની જાળવણી માટે ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.