પાટણઃ કોરોના વાઈરસની મહામારીને અનુલક્ષીને જાહેર કરાયેલા લોકડાઉનની સ્થિતિમાં મજૂરી પર નિર્ભર અનેક પરિવારો બેરોજગાર થવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગુજરાત રાજ્ય સહકારી બેન્ક લિમિટેડ દ્વારા રાજ્યના અન્ય જીલ્લાઓ સાથે ઉત્તર ગુજરાતના પાટણમાં પણ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે રાશન કીટ બનાવી વિતરણ કરવાનું આયોજન કર્યું હતું.
પાટણમાં ઉત્તર ગુજરાત બેન્ક ફેડરેશન દ્વારા રાશન કીટનું વિતરણ
કોરોના વાઈરસની મહામારીને અનુલક્ષીને જાહેર કરાયેલા લોકડાઉનની સ્થિતિમાં મજૂરી પર નિર્ભર અનેક પરિવારો બેરોજગાર થવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગુજરાત રાજ્ય સહકારી બેન્ક લિમિટેડ દ્વારા રાજ્યના અન્ય જીલ્લાઓ સાથે ઉત્તર ગુજરાતના પાટણમાં પણ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે રાશન કીટ બનાવી વિતરણ કરવાનું આયોજન કર્યું હતું.
પાટણમા સહકારી બેન્ક લિમિટેડ દ્વારા રાશન કીટનુ વિતરણ કરાયુુ
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અમદાવાદના ચેરમેન, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટર દ્વારા ઉત્તર ગુજરાત કોઓપરેટિવ બોલ ફેડરેશન મારફત ફેડરેશનના ડિરેક્ટર અને પાટણના સહકારી અગ્રણી સુરેશભાઈ સી. પટેલના હસ્તે જીલ્લામાં જરૂરિયાતમંદ લોકોને 120 રાશન કીટમાં રોજિંદી જીવન જરૂરીયાતની ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જે રાશન કીટમાં ખાંડ, ચા, ગોળ, ઘઉંનો લોટ, તુવેર દાળ, મગદાળ, ચોખા, તેલ મીઠું, હળદર સહિતની રોજિંદી ખાદ્ય સામગ્રીઓ હતી.