ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં લાયન્સ ક્લબ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ

પાટણ શહેરમાં કોરોના વાઇરસની મહામારી સામે શહેરીજનોમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે લાયન્સ કલબ ઓફ પાટણ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે પાંચ દિવસ માટે નિ:શુલ્ક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. તેના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોએ આયુર્વેદ ઉકાળાનું સેવન કર્યું હતું.

patan
પાટણ

By

Published : Dec 2, 2020, 6:03 PM IST

  • લાયન્સ કલબ દ્વારા આયુર્વેદ ઉકાળા વિતરણ શરૂ
  • પાંચ દિવસ સુધી વિનામૂલ્યે કરવામાં આવશે ઉકાળા વિતરણ
  • પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોએ કર્યું ઉકાળાનું સેવન

પાટણ : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબુમાં લેવા માટે ભારત સરકારના આયુષ્ય મંત્રાલયે ભારતમાં વિવિધ આયુર્વેદિક ઉપચાર પધ્ધતિઓ અપનાવવા સૂચનો કર્યા છે. જે અનુસંધાને પાટણમાં વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ વિવિધ સંગઠનો દ્વારા શહેરમાં ઠેર-ઠેર આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરી શહેરીજનોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જેને કારણે પાટણ શહેરમાં કોરોના સંક્રમણ ઘટયું હતું. પરંતુ દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવતા શહેરમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. જેને અનુલક્ષીને પાટણ લાયન્સ ક્લબ દ્વારા શહેરમાં કોરોના સંક્રમણ ફેલાતો અટકાવવા માટે પાંચ દિવસ માટે બગવાડા દરવાજા ખાતે વિનામૂલ્યે આયુર્વેદ ઉકાળા વિતરણ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોએ આ આયુર્વેદિક ઉકાળાનું સેવન કર્યું હતું.

પાટણમાં લાયન્સ ક્લબ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરાયું
અગાઉ પણ લાયન્સ ક્લબ દ્વારા માસ્ક, સેનેટાઈઝર વિતરણ

લાયન્સ ક્લબ પાટણ દ્વારા અગાઉ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉકાળાનું વિતરણ તેમજ માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે નગરજનોના આરોગ્યના રક્ષણ માટે ફરીથી ઉકાળા વિતરણનુ કાર્ય શરૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details