- પ્રથમ દિવસે ફોર્મ લેવા માટે ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો
- 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાશે ચૂંટણી
- ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ 50 રૂપિયા ભરી ફોર્મ મેળવ્યાં
પાટણઃ પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો ઉપર ઉમેદવારી કરવા ઇચ્છુકોનો સોમવારે પ્રથમ દિવસે સવારથી જ ભારે ઘસારો જોવા મળ્યો હતો. પાટણ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ વિતરણની કામગીરી દરમિયાન સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યુ હતું અને અલગ અલગ ટેબલો ગોઠવી ફોર્મ વિતરણ કરવામાં આવ્યાં હતાં. એક ઉમેદવારી ફોર્મની ફી રૂપિયા 50 નિયત કરવામાં આવી છે.