પાટણઃ હિંગળાચાચર મોઢ મોદી પ્રગતિ મંડળ દ્વારા આજે રવિવારથી એક અઠવાડિયા સુધી રોગ પ્રતિકારક શક્તિ આયુર્વેદ ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો આ ઉકાળાનો લાભ લઇ રહ્યા છે.
- મોદી પ્રગતિ મંડળ આયુર્વેદ ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ શરૂ
- હિંગળાચાચર ચોક ખાતે સવારે આઠથી દસ વાગ્યા સુધી આ ઉકાળાનું વિતરણ
- ઉકાળાનુ સેવન કરવા આવનાર દરેક વ્યક્તિને માસ્કનુ વિતરણ કારાયું
- મોટી સંખ્યામાં નગરજનોએ આયુર્વેદ ઉકાળાનુ સેવન કર્યું
પાટણમાં મોદી સમાજ દ્વારા આયુર્વેદ ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ
સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. સાથે સાથે રોજબરોજ કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે, ત્યારે શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને દૂર કરવા માટે પાટણ હિંગળાચાચર મોઢ મોદી પ્રગતિ મંડળ દ્વારા એક અઠવાડિયા સુધી આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. શહેરના હિંગળાચાચર ચોક ખાતે સવારે 8થી 10 વાગ્યા સુધી આ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં નગરજનો આ ઉકાળાનું સેવન કરી રહ્યાં છે.
ઉકાળા વિતરણ સમયે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેને રાખીને આ આયોજન મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. સાથે સાથે જ દરેક વ્યક્તિને સેનેટાઈઝર કર્યા બાદ જ ઉકાળો આપવામાં આવે છે. તેમજ ઉકાળાનુ સેવન કરવા આવનાર દરેક વ્યક્તિને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.