ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં શ્રમિકોને કાળઝાળ ગરમીથી રક્ષણ મળે તે હેતુથી કીટનું વિતરણ કરાયું

પાટણઃ જિલ્લાની સિદ્ઘ હેમ શાખા દ્વારા શહેરના શ્રમિકોને કાળઝાળ ગરમી સામે રક્ષણ મળે તેવી કીટનું વિતરણ કરાયું હતુ. 100 જેટલા શ્રમિકોને ટોપી, રૂમાલ, ચંપલ અને પાણીની બોટલ જેવી જરૂરી વસ્તુ આપી સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી હતી.

By

Published : Jun 21, 2019, 6:58 AM IST

hd

ભારત વિકાસ પરિષદની સિદ્ઘ હેમ શાખા, પાટણ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.

શ્રમિકોને ગરમી સામે રક્ષણ માટે કીટનું વિતરણ

જેના ભાગરૂપે આજે પાટણ શહેરમાં હાખ લારી અને ફેરી કરી પેટીયું રળતા શ્રમિકોને ચંપલ, ટોપી અને રૂમાલ સહિત પાણીની બોટલ જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારના 100 શ્રમિકોમાં આ કીટનું વિતરણ કરાયું હતુ.

ABOUT THE AUTHOR

...view details