રૂપાણી સરકારના પ્રધાનનું વિવાદીત નિવેદન, કહ્યું- કોંગ્રેસીઓને વિમાનની નીચે બાંધી બૉમ્બ સાથે ફેંકી દો - Dilip Thakor
પાટણઃ પાટણ લોકસભા બેઠકનાં ઉમેદવારી ફોર્મ ભરવાના પૂર્વે યોજાયેલી જાહેર સભામાં કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરે કૉંગ્રેસ પર બફાટ કરી જણાવ્યું હતું કે, કોંગ્રસનાં આગેવાનો સર્જિકલ સ્ટાઇક બાબતે પુરાવા માંગે છે, ત્યારે કૉંગ્રેસના આગેવાનોને સ્ટાઇક સમયે વિમાનની નીચે બાંધી આતંકીઓનાં વિસ્તારમાં બૉમ્બ સાથે ફેંકી દેવા જોઈએ.
ફાઈલ ફોટો
કેબિનેટ પ્રધાનનું આ નિવેદન ભારે ચર્ચાષ્પદ બન્યું છે. મહત્વનું છે કે, દિલીપ ઠાકોર રૂપાણી પ્રધાન મંડળમાં કેબિનેટ પ્રધાન છે.