પાટણઃ જિલ્લામાં નગરપાલિકાની નિષ્ક્રિય કામગીરીના કારણે લોકો મુશ્કેલીમાં (Patan Municipality in Controversy) મૂકાયા છે. અહીં ભવાની મસાલા પાછળ શ્રમજીવી વસાહતમાં એકસાથે 35 જેટલા સ્થાનિકોને ઝાડા ઊલટી (Diarrhea and vomiting cases in Patan) થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આરોગ્યકર્મીઓ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પીવાના દૂષિત પાણીના (Contaminated water problem in Patan) કારણે ઝાડા-ઊલટી થયા હોવાનું દર્દીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. સાથે જ તેમણે નગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત (Anger against the dysfunctional functioning of the municipality) કર્યો હતો.
નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે લોકોનો રોષ - સ્વચ્છતા અભિયાનના બંણગા ફૂંકતી પાટણ નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રિયતાના કારણે સામાન્ય વરસાદમાં જ પાટણ શહેર ગંદકીગ્રસ્ત બન્યું છે. સામાન્ય વરસાદ બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં ઠેરઠેર ફેલાયેલી ગંદકી અને પીવાના દૂષિત પાણી મામલે (Contaminated water problem in Patan) નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આના કારણે જિલ્લા અદાલત પાછળ ભવાની મસાલા પાસે શ્રમજીવી પરિવારના 35 જેટલા રહીશોને પીવાના દૂષિત પાણીના કારણે ઝાડા ઊલટીના (Diarrhea and vomiting cases in Patan) રોગચાળાનો ભોગ બન્યા હતા.
દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ - એકાએક ઝાડા ઊલટીના કેસ (Diarrhea and vomiting cases in Patan) સામે આવતા સ્થાનિક આગેવાનો દ્વારા 108ને ફોન કરતા 2 ગાડીઓ સ્થળ ઉપર દોડી આવી હતી અને 4 ફેરા કરી 35 જેટલા દર્દીઓને પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના આરોગ્યકર્મીઓ દ્વારા તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. તો કેટલાક લોકોને એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોને દવા આપી ઘરે મોકલવામાં આવ્યા હતા.