ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કાર્તિક સ્વામીના મંદિરે શ્રદ્ધાળુઓએ સરકારની ગાઈડલાઈન મુજબ કર્યા દર્શન - કાર્તિક સ્વામીનુ મંદિર

પાટણ શહેરમાં દામાજીરાવ બાગમાં આવેલા કાર્તિક સ્વામીનુ મંદિર વર્ષમાં એક જ વખત કારતક સુદ પૂનમના દિવસે ખૂલે છે. દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ દર્શનાર્થે ઉમટી પડે છે પણ ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે મહિલાઓ સહિત અબાલ-વૃદ્ધ સૌએ ભગવાનના દર્શન કર્યા હતા.

patan news
patan news

By

Published : Nov 30, 2020, 11:08 PM IST

  • ભગવાન કાર્તિકેય સ્વામીનું મંદિર એક દિવસ માટે દર્શન માટે ખુલ્લું મુકાયું
  • મહિલાઓ સહિત અબાલ-વૃદ્ધ સૌએ ભગવાન કાર્તિકેયના કર્યા દર્શન
  • દર્શનાર્થીઓએ સરકારની ગાઈડ લાઈન નું પાલન કરી કર્યા દર્શન

પાટણઃ પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય વચ્ચે પૃથ્વી ભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન એવા મોરને લઈ પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા હતા. તે સમય મર્યાદામા સાત વખત પૃથ્વીનું ભ્રમણ કર્યું હતું. ત્યારે ભગવાન ગણેશે બુદ્ધિનો ઉપયોગ કરી પૃથ્વીના ભ્રમણના બદલે પોતાના માતા-પિતાની પ્રદક્ષિણા સાત વખત કરતા ભગવાન શિવ અને પાર્વતીએ ગણેશની પ્રશંસા કરી તેમના વિવાહ સિદ્ધિ અને બુદ્ધિ સાથે કરાવ્યા હતા. ત્યારે કાર્તિકેય આ જોઈ ક્રોધિત થયા અને પોતાને શ્રાપ આપ્યો કે જે સ્ત્રી પોતાનું મોં જોશે તે વિધવા થશે. ત્યારે ભાગવાન કાર્તિકેયને સમજાવતા તેઓએ કાર્તિક પૂનમના દિવસે મહિલાઓ પોતાના દર્શન કરશે. તો સુખ,શાંતિ અને સમૃદ્ધિ મેળવશે.

પાટણમાં કાર્તિક સ્વામીના મંદિરે શ્રદ્ધાળુઓએ સરકારની ગાઈડલાઈન મુજબ કર્યા દર્શન

ભગવાન કાર્તિકેય સ્વામીનું મંદિર એક દિવસ માટે દર્શન માટે ખુલ્લું મુકાયું

સોમવારે કારતક સુદ પૂનમના દિવસે મહાદેવ મંદિરમાં બિરાજમાન કાર્તિકે સ્વામીના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં સવારથી જ મહિલાઓ અને સૌ કોઈએ કોરોના મહામારી વચ્ચે પણ સરકારના નિયમોનું પાલન કરી સોસીયલ ડિસ્ટન્સ સાથે કાર્તિકેય સ્વામીના દર્શન કર્યા હતા.

સરકારની ગાઈડલાઈન મુજબ દર્શનની વ્યવસ્થા કરાઇ

વર્ષની શરૂઆતની પ્રથમ કારતક સુદ પૂનમના દિવસે જે પરણિત મહિલાઓ કાર્તિક સ્વામીના દર્શન કરે તે સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે. વિદ્યાર્થીઓ વિદ્યાની પ્રાપ્તિ કરે છે. પુરુષો ધંધા-રોજગારમાં ભરત અને બાહુબલીની મેળવે છે. આમ વર્ષમાં એક જ વખત ખૂલતાં આ મંદિરમાં કાર્તિક સ્વામીના શ્રદ્ધાળુઓએ કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઇડ લાઇનનું પાલન કરી દર્શન કર્યા હતા. મંદિરના સેવકઓએ મંદિરના પ્રવેશ દ્વાર પરજ શ્રદ્ધાળુઓને તેને ટાઇટ કરી દર્શન માટે પ્રવેશ આપ્યો હતો. અને દર્શનાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટેની અલાયદી વ્યવસ્થા કરી હતી. મંદિર પરિસરમાં દર્શન અને યજ્ઞ યોજાયો હતો. કોરોના મહામારીને ધ્યાનમાં લઈને સેવકો દ્વારા મંદિર પરિસરમાં કોઈપણ જાતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું ન હતું.

કોરોના મહામારીમાં પણ શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા સાથે ધાર્મિક વિધિ પૂર્ણ કરી રહ્યા છે

શહેરમાં કોરોના સંક્રમણને લઇ તેની સીધી અસર ધાર્મિક ઉત્સવો અને કાર્યક્રમમાં ઉપર પડી રહી છે. તો બીજી તરફ શ્રધ્ધાળુઓ પણ સરકારની ગાઇડ લાઇનને અનુસરી પોતાની આસ્થા સાથે ધાર્મિક વિધિ પૂર્ણ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details