ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની સિવિલ હોસ્પિટલમાં ડેડિકેટેડ કોવિડ સેન્ટર શરૂ કરાયું - પાટણની સિવિલ હોસ્પિટલ

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ  કાબૂમાં રહે અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં કોરોનાનું ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની સ્ટ્રેટેજીથી કોરોના મહામારી અટકાયતના પગલાં લેવામાં આવી રહ્યા છે. પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

પાટણની સિવિલ હોસ્પિટલમાં ડેડિકેટેડ કોવિડ સેન્ટર શરૂ કરાયું
પાટણની સિવિલ હોસ્પિટલમાં ડેડિકેટેડ કોવિડ સેન્ટર શરૂ કરાયું

By

Published : Apr 7, 2021, 3:33 PM IST

  • સિવિલ હોસ્પિટલમાં 30 બેડ ધરાવતું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
  • 18 બેડ ઓક્સિજનયુક્ત, ICUની સગવડવાળા 6 બેડ તૈયાર કરાયા
  • સામાન્ય કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ માટે 6 બેડ તૈયાર કરાયા
  • ગત વર્ષે આ સેન્ટરમાંથી 152 દર્દીઓને આપવામાં આવી હતી સારવાર

આ પણ વાંચોઃવેક્સિન લેવામાં સુરતીઓ મોખરે, માત્ર 4 દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી

પાટણઃ શહેરમાં કોરોનાના કેસ સતત વધતા સિવિલ હોસ્પિટલમાં ડેડિકેટેડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે, જેમાં પાટણ શહેરના નાગરિકો કે જેઓ કોરોનાથી સંક્રમિત થયા હોય તેમની સારવાર કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ પાટણમાં 30 બેડ ધરાવતું અદ્યતન સુવિધાયુક્ત કોવિડ સેન્ટર કાર્યરત્ કરવામાં આવ્યુ છે. અહીં 18 બેડ ઓક્સિજન સુવિધાયુક્ત, 6 બેડ ICUની સગવડવાળા અને કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે 6 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

સામાન્ય કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ માટે 6 બેડ તૈયાર કરાયા

આ પણ વાંચોઃબારડોલીની ઉમરાખ હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો ઘટી જતાં મહિલાનું મોત થયું

હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રથી અત્યાર સુધીમાં 8,350 લોકોને અપાઈ છે રસી

ગયા વર્ષે કોરોના વાયરસનું સંક્રમણ વધતા સિવિલ હોસ્પિટલ ખાતેના ડેડિકેટેડ કેર સેન્ટરમાં કુલ 152 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત અહીં નિયમિત રીતે કોરોના પ્રતિરોધક રસી પણ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 8,350 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details