- રાણી વાવમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
- કોરોનાકાળમાં રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત થઈ
- અહીંનું કુદરતી વાતાવરણ પ્રવાસીઓને પ્રફુલ્લિત કરે છે
પાટણઃ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા બાદ પાટણની રાણીની વાવ વિશ્વ ફલક પર ચમકતા સમગ્ર દેશ દુનિયામાં પ્રખ્યાત થઈ છે અને દેશના વડાપ્રધાન દ્વારા રૂપિયા 100ની ચલણી નોટ પર તેની પ્રતિકૃતિ અંકિત કરાતા તેને નિહાળવા ફક્ત ભારતમાંથી જ નહીં પણ વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં આવે છે અને આ વિરાસતને જોઇ તેની સ્મૃતિને કેમેરામાં કંડારી સાથે લઈ જાય છે.
ઐતિહાસિક રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો અહીંના સ્થાપત્યો ઇતિહાસની યાદો તાજી કરાવે છે
રાણીની વાવની ખ્યાતિ દિનપ્રતિદિન વધી રહી છે. કોરોના કાળમાં પણ મર્યાદિત સંખ્યામાં રાણીની વાવ ખાતે પ્રવાસીઓ આવી રહ્યા છે અને અહીંની કલાકૃતિ અને શિલ્પસ્થાપત્ય જોઈને આત્મવિભોર બનાવનાર અહીંનું નૈસર્ગિક અને કુદરતી વાતાવરણ મનને પ્રફુલ્લિત બનાવે છે, જેને કારણે પ્રવાસીઓને આ સ્થળ પર આવવાની વારંવાર ઈચ્છા થાય છે.
ઐતિહાસિક રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો રાણીની વાવાએ જળસંગ્રહનો ઉત્તમ નમૂનો છે
રાણીની વાવને નિહાળવા માટે આવેલ પ્રવાસીઓ પણ તેની શિલ્પ સ્થાપત્ય અને કલાકોતરણી જોઈ અભિભૂત બન્યા હતા. સરકાર દ્વારા પ્રાચીન રાણીની વાવની અદભુત રીતે જાળવણી કરી છે, તે વખાણવા લાયક છે. આ વાવએ ગુજરાતની એક અજાયબી છે. રાણીની વાવ જળસંગ્રહ માટેનો ઉત્તમ નમૂનો છે, નૃત્ય કલા અને શિલ્પસ્થાપત્ય અહીં સ્થાપિત કરાયા છે, જેને જોઇ પ્રાચીન સમયની યાદો તાજી થાય છે.
ઐતિહાસિક રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી
હાલમાં દરરોજ 100થી વધુ પ્રવાસીઓ મુલાકાતે આવે છે
વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી પર્યટકો રાણીની વાવને નિહાળવા માટે આવે છે, ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે રાણીની વાવમાં પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને કારણે પુરાતત્વ વિભાગ દ્વારા ઓનલાઈન ટિકિટ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રોજની 1000 ટિકિટ ફાળવવામાં આવે છે.
ઐતિહાસિક રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો પુરાતત્વ વિભાગની આવકમાં થયો ઘટાડો
ત્યારે ગત વર્ષે ડિસેમ્બર માસમાં 25થી 31 ડિસેમ્બર દરમિયાન 6 હજારથી વધુ પ્રવાસીઓએ આ રાણીની વાવની મુલાકાત લીધી હતી. ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે દરરોજ સરેરાશ 100થી વધુ પર્યટકો વાવને નિહાળવા આવે છે.
ઐતિહાસિક રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો 2019માં કુલ 2,89,057 પ્રવાસીઓએ વાવની મુલાકાત લીધી હતી
પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા પુરાતત્ત્વ વિભાગને આવકમાં પણ ઘટાડો થયો છે. વર્ષ 2019માં રાણીની વાવ ને 2,85,682 ભારતીય અને 3375 વિદેશી પ્રવાસીઓ મળી કુલ 2,89,057 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં પુરાતત્વ વિભાગ ને 1,33,82,255 રૂપિયાની આવક થઈ હતી.
ઐતિહાસિક રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો ગત ડિસેમ્બર માસમાં છેલ્લા અઠવાડિયામાં છ હજારથી વધુ પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત
ખાસ કરીને ડિસેમ્બર માસમાં વિદેશી પ્રવાસીઓનું આગમન વધુ પ્રમાણમાં થતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈને સરકાર દ્વારા ભારત અને અન્ય દેશો વચ્ચેની ફ્લાઈટ બંધ કરાતા, આ વર્ષે વિદેશી પર્યટકો પણ રાણીની વાવ નિહાળવા આવી શક્યા નથી. જેને કારણે પણ પુરાતત્વ વિભાગની આવકમાં ઘટાડો થયો છે.