પાટણ: હિન્દુ સંસ્કૃતિમાં દરેક ધાર્મિક તહેવારો અને ઉત્સવોનું અનોખું મહત્વ રહેલું છે. લોકો ધાર્મિક તહેવારો અને ઉત્સવોને ધામધૂમપૂર્વક ઉજવે છે. પરંતુ આ વર્ષે કોરોના કહેરના કારણે ધાર્મિક તહેવારોને પણ કોરોનાનું ગ્રહણ લગાયું છે. જેને લઇ લોકો સાદગીપૂર્વક તહેવારોની ઉજવણી કરી રહ્યાં છે.
કોરોના ઈફેક્ટ: પાટણમાં ગણેશજીની મૂર્તિઓના વેચાણમાં ઘટાડો - coronavirus in gujarat
કોરોનાની મહામાહીના કારણે વિવિધ ધાર્મિક કાર્યક્રમો રદ થઇ રહ્યાં છે. ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. પાટણમાં ગણેશજીની મૂર્તિઓ બનાવનારા ઓતિયા પરિવાર દ્વારા મૂર્તિ બનાવવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કોરાનાના કારણે આ વર્ષે મૂર્તિઓના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પાટણમાં વર્ષોથી શ્રીજીની માટીની મૂર્તિઓ બનાવનારા ઓતિયા પરિવારો દ્વારા વિવિધ આકર્ષક અને કલાત્મક મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે વિશાળ કદની મૂર્તિઓની જગ્યાએ નાના કદની મૂર્તિઓ બનાવવામાં આવી છે. કોરોનાની મહામારીમાં ગણશેજીની કોઇપણ મૂર્તિઓમાં ભાવમાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. છતાં પણ વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.