પાટણપાટણ શહેરના મોટીસરા વિસ્તારમાં રહેતી પરણિત યુવતીએ (Death by Suicide in Patan )સાસરિયાના ત્રાસથી કંટાળીને (Patan Crime News )આત્મહત્યા કરતા (Woman Suicide )ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. તો મહિલાની માતાએ જમાઈ વિરુદ્ધ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ (Patan Police Lodge Complaint )નોંધાવતા પોલીસે આત્મહત્યાની પ્રેરણાનો (Crime of abetment of suicide )ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Death by Suicide in Surat : સુરતમાં પુત્રને ઝેર પાઇ માતાની આત્મહત્યાની ઘટના, જાણો તપાસમાં શું જાણવા મળ્યું?
પ્રેમલગ્ન કરવા માટે પરિવાર છોડ્યો હતો પાટણમાં પરણિતાની આત્મહત્યાને (Death by Suicide in Patan )લઇ મૃતક યુવતીના પિયરમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી. આ યુવતીએ પ્રેમલગ્ન કરવા માટે પરિવાર છોડ્યો હતો. ત્યારે પરણિતાને એ પતિના ત્રાસથી છેવટે જિંદગી છોડવી પડી હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. બનાવ અંગે મૃતકની માતાએ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Patan Police Lodge Complaint )નોંધાવી હતી. જેમાં પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા (Crime of abetment of suicide ) ની ફરિયાદ લઇ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો Suicide in Porbandar: કુતિયાણામાં કૂવામાંથી 2 બાળકો સાથે પરિણીતાનો મળ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા
વધુ વિગત સામે આવીસમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ પાટણ શહેરના મોટીસરા વિસ્તારમાં રહેતી હીનાએ ચાર વર્ષ અગાઉ પાટણ શહેરના મોટી સરા વિસ્તારમાં રહેતા સંજય સોલંકી નામના યુવાન સાથે પરિવારની વિરુદ્ધમાં જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન બાદ બંને પરિવાર વચ્ચે અણબનાવ હતો. એકબીજા પરિવાર વચ્ચે બોલવાના સંબંધ ન હોવાથી સાસરીયા પરણિતાને મેણાંટોણા મારતા હતાં અને મારઝૂડ કરતા હતાં.
પુત્રને જન્મ આપ્યો ઘરકંકાસ વચ્ચે પાણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બંને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું. પુત્ર જન્મ બાદ પતિ સંજય કામ ધંધો કરવાનું બંધ કરી રખડપટ્ટી કરતો હતો. જેથી ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. આથી હીનાએ એક ખાનગી ગાયનેક હોસ્પિટલમાં નોકરી શરૂ કરી હતી. નોકરી પર કામ હોવાથી જો આવવામાં મોડું થાય કે ફોન ન ઉપડે તો શંકા કરી પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવતી હતી આ વાત હીના ઘણીવાર ઘરે જઈ તેની માતાને પણ કરતી હતી.
પતિ વિરુદ્ધ ભરણપોષણની અરજી યુવતીના માતા પરણિતાનો સંસાર ન બગડે અને પુત્રનું ભવિષ્ય ન બગડે તેથી પિયરપક્ષ વાળા હીનાને સમજાવતા અને દિલાસો પણ આપતા હતા. પરંતુ પતિના સ્વભાવમાં કોઈ ફરક પડ્યો ન હતો અને પતિએ મારઝૂડ કરવાનું જારી રાખતાં પરણિતા પોતાના પિયર આવી ગઈ હતી અને પતિ વિરુદ્ધ ભરણપોષણની અરજી કોર્ટમાં કરી હતી પરંતુ તે સમયે જમાઈએ આવીને આજીજી કરતાં સમાધાન થઇ હતું. ત્યારબાદ થોડા સમય પરિણીતાને સારું રાખીને ફરી હતું એનું એ જ થવા લાગ્યું.
સહન ન થતા ઝેરી દવા પીધી ત્યારે બુધવારે રાત્રે સાસરીયાના ત્રાસથી કંટાળેલી પરણીતાએ ઝેરી દવા ગટગટાવી જતા તેની હાલત ગંભીર થઈ હતી. જેને પગલે રાત્રી દરમિયાન તેણીને સારવાર અર્થે પ્રથમ પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પરણીતાની માતા અને પરિવારજનો દોડી આવ્યા હતાં. દીકરી હીનાએ માતાને જણાવ્યુ હતું કે પતિના ત્રાસથી પોતે કંટાળી ગઈ છે અને સહન ન થતા ઝેરી દવા (Death by Suicide in Patan )પીધી છે.
આરોપી પતિ સામે કઇ કલમ લાગી રાત્રી દરમિયાન વધુ તબિયત બગડતા હીનાને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત (Death by Suicide in Patan )નીપજતા પરિવારજનોમાં પ્રેમલગ્નનો કરુણ અંજામથી શોકની કાલિમા છવાઈ હતી. આ બનાવ અંગે મૃતકની માતા હંસાબેને પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ (Crime of abetment of suicide )નોંધાવતા પોલીસે સંજય ઉત્તમભાઈ સોલંકી સામે આઇપીસી કલમ 498 (ક) અને 306 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.