- મંગળવારે સવારે યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી
- પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવી હતી
- બુધવારે ખાન સરોવરમાં મૃતદેહ મળી આવ્યો
- યુવતીના મૃત્યુની ઝીણવટ ભરી તપાસ કરવા પરીવારજનોની માંગ
આ પણ વાંચોઃપાલઘરના શ્રીરામ નગરમાં લાવારીસ બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો
પાટણઃ જિલ્લાના પાટણ શહેરના આનંદ નગરમાં રહેતી શાહીનબાનુ ઈમામખાન બલોચ મંગળવારે સવારે 10 વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. જે પરત ઘરે નહીં આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ તેનું સ્ટેટસ ચેક કરતા ગુલશનનગરના એક યુવાન સાથેનો તેનો ફોટો અપલોડ જણાતાં પરિવારજનોએ રાત્રે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જાણવાજોગ અરજી આપી હતી અને ફોટાવાળા યુવાન સામે શંકા વ્યક્ત કરી તપાસ કરવા જણાવ્યું હતું.