રાધનપુરના ગોતરકામાંથી પસાર થતી કેનાલ ઓવર ફ્લો, ખેતરોમાં ઘૂસ્યા પાણી - news of farmers
રાધનપુરના ગોતરકા ગામમાંથી પસાર થતી કેનાલ ઓવર ફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે.
![રાધનપુરના ગોતરકામાંથી પસાર થતી કેનાલ ઓવર ફ્લો, ખેતરોમાં ઘૂસ્યા પાણી patan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6118284-thumbnail-3x2-ptnnn.jpg)
પાટણઃ જિલ્લાના રાધનપુરના ગોતરકા ખાતે માઈનોર કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ રુપ બનવાના બદલે જાણે કે, અભિશ્રાપ સાબિત થઈ રહી હોય તેમ વારંવાર કેનાલના પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળે છે. પહેલા આ કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવા પામ્યા હતા અને હવે કેનાલ ઓવર ફલો થતા ફરીવાર ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગોતરકાની હમીરપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ ઓવર ફલો થતા ખેતરમાં વાવેતર કરેલા જીરા અને ચણાના વાવેતરને મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે પેહલા ગાબડાં અને હવે ઓવરફલોની સ્થિતિ સર્જાતા ખેડૂતોની હાલત દયનિય બની છે.