- રાધનપુર પંથકની કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત
- જારૂસા માઈનૉર કેનાલમાં પડ્યુ ગાબડુ
- પંદર દિવસ અગાઉ કરવામાં આવ્યું હતું રિપેરિંગ
- કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યુ
- ખેડૂતોએ કરેલ શિયાળુ વાવેતરને થયું મોટુ નુકશાન
ખેડૂતોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો
પાટણ: જિલ્લાના રાધનપુર-સાંતલપુર પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલની કામગીરી સામે અનેકવાર ખેડૂતોએ સવાલો ઉઠાવ્યા છે, કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે ઠેરઠેર મસમોટા ગાબડા પડવાને કારણે ખેડૂતોના મહામૂલા પાકોનું ધોવાણ થાય છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે, આ બાબતે ખેડૂતોએ અનેકવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત પણ કરી છે, છતા તંત્ર દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે આ પંથકમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે.
ખેડૂતોને મોટા પાયે નુકશાન ખેડૂતોને અવારનવાર નુકશાની વેઠવી પડે છે
જારૂસા માઇનોર એક કેનાલમાં ગત શનિવારે મોડી રાત્રે પાણી છોડવામાં આવતા આ કેનલમા ગાબડું પડતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યુ હતુ, જેથી ખેતરમાં કરેલ શિયાળુ વાવેતરને મોટુ નુકશાન થયું હતુ. નર્મદા નિગમની બેદરકારીને કારણે ખેડુતોને અવારનવાર નુકશાની વેઠવી પડે છે. જેને લઇ ખેડૂતોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર પોકર્યાં હતા.
પાટણની જરૂસા માઈનોર કેનાલમાં પડ્યું ગાબડુ, ખેડૂતોને મોટા પાયે નુકશાન કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ખેડૂતોએ કરી માગ
નર્મદાની કેનાલમાં અવાર-નવાર પડતાં ગાબડા ને લઈને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી. વાર કેનાલમાં ગાબડું પડવા થી ખેડૂતોના મહામૂલા પાકોને નુકશાન પાકોને નુકશાન ખેડૂતોના મહામૂલા પાકોને નુકશાન પાકોને નુકશાન થાય છે સરકાર દ્વારા યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી.