ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના જોરાવરપુરા ગામમાં કેનાલ ઓવરફલો થતા પાકને નુકસાન - Kharif crop

પાટણ જિલ્લાના સમી તાલુકાના નાના જોરાવરપુરા ગામમાં માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેથી ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

canal-overflow
પાટણના જોરાવરપુરા ગામમાં કેનાલ ઓવરફલો થતા પાકને નુકસાન

By

Published : Aug 3, 2020, 8:34 PM IST

પાટણઃ જિલ્લામાં સમી તાલુકાના નાના જોરાવરપુરા ગામમાં માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેથી ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

જિલ્લામાં ખરીફ પાકના વાવેતર માટે હજુ પૂરતો વરસાદ થયો નથી, જેથી કેનાલનું પાણી જ ખેડૂતોના પાકને બચાવી શકે તેવી સ્થિતિ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સર્જાઈ છે. ખેડૂતોની માગને લઈ નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, પરંતું કેટલીક જગ્યાએ કેનાલનું પાણી ઓવરફ્લો થતા ખેતીના પાકને નુકસાન થઇ રહ્યું છે.

પાટણના જોરાવરપુરા ગામમાં કેનાલ ઓવરફલો થતા પાકને નુકસાન

જોરાવરપુરા ગામમાથી પસાર થતી માઈનોર કેનાલ ઓવર ફ્લો થવાથી કેનાલનું પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યુ છે, જેથી ખેડૂતોના એરંડા સહિતના પાકો ધોવાયા છે. ખેડૂતો દ્વારા વારંવાર ઓવરફ્લો થતી કેનાલો બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગ દ્વારા કેનાલનુ યોગ્ય સમારકામ ન કરવાને કારણે ખેડુતોને પાકનુ નુકશાન વેઠવું પડી રહ્યુ છે.

પાટણના જોરાવરપુરા ગામમાં કેનાલ ઓવરફલો થતા પાકને નુકસાન

સિંચાઇ વિભાગ દ્વારા કેનાલમાં સફાઈ કે સમારકામ કર્યા વિના જ પાણી છોડવામાં આવતા ક્યાંક કેનાલોમાં ગાબડાં પડે છે તો ક્યાંક સફાઇના અભાવે કેનાલનું પાણી ઓવરફ્લો થાય છે, જેને કારણે ખેડૂતોને વારંવાર નુકસાની વેઠવી પડે છે.

ABOUT THE AUTHOR

...view details