પાટણઃ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન અખાડાના બ્રહ્મલીન નર્મદા ગીરી બાપુની ગુરૂ ગાદીના દર્શન અને આશીર્વાદ મેળવવા આવનારા માટે કોરોના મહામારીના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન મુજબ જગ્યાના મુખ્ય પ્રવેશ દ્વાર પર સેનેટાઈઝરની વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે ભક્તો તેમજ શિષ્યોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
નર્મદા ગીરી મહારાજની ગુરૂ ગાદી પર દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી નર્મદા ગીરી મહારાજની પાદુકાનું પૂજન કર્યા બાદ ચરણપાદુકાને ગાદી પર પધરાવી ભક્તોના દર્શન માટે મંદિર પરિસરમાં મુકવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ ગુરૂ મહારાજની ચરણપાદુકા અને સમાધિના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
દર વર્ષે મંદિર પરિસર ખાતે ગુરૂ પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે મંદિરમાં માત્ર દર્શન સિવાયના તમામ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા હતા.
શિષ્યોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે, કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ પણ પાટણ છે. આચાર્ય હેમચંદ્રાચાર્ય પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના ગુરૂ સમાન હતા. તેમને સિદ્ધહેમશબ્દાનુશાસન નામનો વ્યાક્રણ ગ્રંથ લખ્યો હતો. તેઓ એક મહાન ગુરૂ, સમાજ-સુધારક, ધર્માચાર્ય અને અદ્ભુત પ્રતિભા હતા. સમસ્ત ગુર્જરભૂમિને તેમણે અહિંસામય બનાવી દીધી.