ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના ઐતિહાસીક સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનો ઘસારો - Crowds of devotees at Sidhanath Mahadev Temple in Patan

સમગ્ર દેશમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયા હતા. ત્યારે પાટણમાં ઐતિહાસિક અને હિંદુ મુસ્લિમ ધર્મના પ્રતીક એક સાથે હોય એવું સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અહીં મોટી સંખ્યામાં લોકોએ શિવરાત્રીની પૂજા કરી ધન્યતા અનુભવી હતી.

પાટણ
પાટણ

By

Published : Feb 22, 2020, 4:56 AM IST

પાટણ : સિદ્ધનાથ મહાદેવના મંદિર પર ઇદગાહનું નિશાન બનાવાયું છે. જેના લીધે વિધર્મીઓના આક્રમણ વખતે આ મંદિર બચી ગયું હતું. જે આજે પણ મંદિરના શિખર ઉપર જોઇ શકાય છે. જેના લીધે આ મંદિર શ્રદ્ધાળુઓમાં અનેરી આસ્થા ધરાવે છે. તો અહીં નેપાળ નરેશ દ્વારા આપવામાં આવેલ ઘંટ પણ જોઈ શકાય છે. તેના આવા મહત્વને લીધે લોકો આ મંદિરમાં ખાસ દર્શનાર્થે આવે છે.

પાટણના ઐતિહાસીક સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનો ઘસારો

શિવરાત્રીના દિવસે સવારથી આ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો પૂજા દર્શન અર્થે ઊમટ્યા હતા. અને ભગવાન સદાશિવની પૂજા કરી અભિભૂત થયા હતા. શિવરાત્રીના પાવન પ્રસંગે અનેક શ્રદ્ધાળુઓએ મંદિરમાં આવી પૂજા અર્ચના અને અભિષેકનો લ્હાવો લીધો હતો.

સિધ્ધનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચિન છે. રાજા સિદ્ધરાજના સમય વખતનું આ મંદિર હોય તેવું માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આ મંદિરમાં અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લઇ ધન્યતા અનુભવે છે.

ABOUT THE AUTHOR

...view details