પાટણના નાગર લીંબડી દૂધ ડેરીમાંં થયેલ રૂપિયા 15,3710ની ચોરીની ફરિયાદને આધારે પાટણ એ. ડિવિઝન પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે આસપાસની દુકાનોના CCTV કેમેરાની તપાસ કરી હતી. તેના આધારે પોલીસે 4 ઇસમોની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા 4 ઈસમોએ પ્લાન બનાવી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
દૂઘની ડેરીમાં થયેલ ચોરીનો ભેદ પાટણ પોલીસે ગણતરીમાં કલાકોમાં ઉકેલ્યો - Khokharvad
પાટણ: ખોખરવાડા વિસ્તારમાં આવેલી અનાવડા પેટા 3 નાગર લીંબડી દૂધ મંડળી માં થયેલ રૂ.1.53 લાખની ચોરીનો ભેદ પાટણ એ. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી 4 ઇસમોને ચોરીના રૂ.એક લાખ ઉપરાંતની રિકવરી કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ફરિયાદ આપનાર જ આરોપી નીકળતા ચકચાર મચી જવા પામી છે.
![દૂઘની ડેરીમાં થયેલ ચોરીનો ભેદ પાટણ પોલીસે ગણતરીમાં કલાકોમાં ઉકેલ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3684268-thumbnail-3x2-patan.jpg)
દૂઘની ડેરીમાં થયેલ ચોરીનો ભેદ પાટણ પોલીસે ગણતરીમાં કલાકોમાં ઉકેલ્યો
દૂઘની ડેરીમાં થયેલ ચોરીનો ભેદ પાટણ પોલીસે ગણતરીમાં કલાકોમાં ઉકેલ્યો
પોલીસની પૂછપરછમાં ડેરીમાં ટેસ્ટર તરીકે નોકરી કરતા ઇસમે પોતાને જુગાર રમવાની ટેવને કારણે દેવું થયેલ હોવાથી ડેરીના નાણાની ચોરી કરવાનો પ્લાન પોતાના અન્ય 3 સાગરીતો સાથે બનાવ્યો હતો. ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રોકડ રૂપિયા એક લાખ ઉપરાંતની રોકડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Jun 28, 2019, 1:26 PM IST