ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ રમતગમત સંકુલમાં 100 બેડ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયુ - Gujarat News

પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને જે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઘરે હોમાઇશોલેશનની વ્યવસ્થા નથી તેમજ એક જ ઘરમાં બે કે ત્રણથી વધુ વ્યક્તિ કોરોના સંક્રમિત બને તો તેવા દર્દીઓ માટે પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.

Corona News
Corona News

By

Published : Apr 11, 2021, 10:36 AM IST

  • પાટણમાં કોરોનાને લઇ તંત્ર બન્યું સતર્ક
  • કોરોના દર્દીઓ માટે 100 બેડ ધરાવતુ નવું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
  • સ્પોર્ટ્સ સંકુલ ખાતેની હોસ્ટેલમાં શરૂ કરાયું કોવિડ કેર સેન્ટર
  • કોરોનાને લઇ પરિસ્થિતિ ન વણસે તે માટે તંત્ર દ્વારા કરાયું આગોતરુ આયોજન

પાટણ: શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતર્ક અને સાવચેત બન્યું છે. આ સાથે જ કોરોનાની કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા રમત ગમત સંકુલ ખાતે 100 બેડની સુવિધા ધરાવતા કોરોના કેર સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સેન્ટરને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખુલ્લુ મૂકાયું છે.

પાટણ રમતગમત સંકુલમાં 100 બેડ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયુ

આ પણ વાંચો :ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા 72 કલાકમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરશે

દર્દીઓને રહેવા- જમવાની સગવડ સાથે તેમની સારવાર કરાશે

આ સેન્ટરમાં આવતીકાલે સોમવારથી દર્દીઓને શિફ્ટ કરવામાં આવશે. તેમજ દર્દીઓને રહેવા- જમવાની સગવડ સાથે કોરોનાની ગાઈડલાઈનનુ સંપૂર્ણ પાલન કરી તેમની સારવાર કરવામાં આવશે. કોઈ પરિવારનાં બે કે તેથી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ હોય તો તેમના માટે અલગથી રૂમની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે.

પાટણ રમતગમત સંકુલ

આ પણ વાંચો :દાહોદની જમાલી સ્કૂલ બની કોવિડ કેર સેન્ટર, દર્દીઓની નિઃશુલ્ક સંભાળ લેવાશે

શહેરમાં 5 જગ્યાએ કોરોના ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરાયા

પાટણમાં છેલ્લા પાંચેક દિવસથી કોરોના પોઝિટિવ કેસ 100ની સરેરાશથી વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને શહેરમાં પાંચ નવા કોરોના ટેસ્ટિંગ સેન્ટર પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. તો ટેસ્ટિંગ અને વેક્સિન માટે નવી ટીમો અને વધારાના સેન્ટર ઉભા કરી તંત્ર કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સતર્ક બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details