પાટણમાં દંપત્તિએ કોઈ અગમ્ય કારણોસર એકસાથે આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. શહેરના પાટણ સિદ્ધપુર હાઈવે રોડ પર આવેલ નુતન હાઉસિંગ સોસાયટીમાં રહેતા રાઠવા પરિવારના દંપત્તિએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી.
પાટણમાં દંપત્તિએ ઝેરી દવા પી કરી આત્મહત્યા - સામુહિક આપઘાત
પાટણ: શહેરમાં આવેલ હાસાપુર વિસ્તારની નુતન સોસાયટીમાં દંપત્તિએ સામુહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Patan
પાટણમાં દંપત્તિએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી બંને મૃતદેહોનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. દંપત્તિએ કયા કારણથી આત્મહત્યા કરી તે રહસ્ય હજી અકબંદ છે. જો કે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે પરિવારમાં એકસાથે બેના મોત થતા પરિવારજનો પણ આઘાતમાં આવી ગયા છે.