પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિની (HNGU Executive Committee Meeting) ગત સપ્તાહે બેઠક મળી હતી. જેમાં યુનિવર્સિટીના બહુચર્ચિત કન્વેન્શન હોલ, સિલ્વર જ્યુબિલી પાર્ક, આર્કિટેક્ચર ભવન અને ગેસ્ટ હાઉસના નવા ભવનોના બાંધકામ થયેલા ભ્રષ્ટાચાર માટે નિમાયેલા તપાસ અધિકારી એચ.એન.ખેર અને લીગલ એડવાઇઝર જે.કે.દરજી દ્વારા તપાસ અહેવાલ કારોબારી સમક્ષ રજૂ કર્યો હતો. જોકે અહેવાલનો અભ્યાસ ઝડપથી થઇ શકે તેમ ન હોય તેથી આ મામલે નિર્ણય કરવા 21 મી ફેબ્રુઆરીએ ફરી બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો હતો.
1 કરોડ 72 લાખનું નુકસાન
સોમવારે કારોબારી સભ્યોની બેઠક યુનિવર્સિટી ખાતે મળી હતી અને આ અહેવાલમાં ચાર ભવનોના બાંધકામમાં ભ્રષ્ટાચાર (Corruption in Construction of HNGU Bhavan) તેમજ યુનિવર્સિટીને 1 કરોડ 72 લાખનું આર્થિક નુકસાન થયું હોવાનું સાબિત થયું છે. જેને લઇ કારોબારીએ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા યુનિવર્સિટીના મદદનીશ ઇજનેર kids ને કારણદર્શક નોટિસ ફટકારી નોકરી માંથી કાયમી ધોરણે બરતરફ કેમ ન કરવા તે મામલે જવાબ માંગ્યો છે.