ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ નગરપાલિકાના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ - નગરપાલિકાનું હયાત બિલ્ડીંગ

પાટણ નગરપાલિકામાં બની રહેલ નવીન બિલ્ડિંગમાં લાઈટ ફીટીંગ માટે રૂપિયા 17 લાખ મંજૂર કરાતા આ મામલે નગરપાલિકાના મહિલા સભ્યએ પાલિકાના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.

પાટણ નગર પાલિકાના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ
પાટણ નગર પાલિકાના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપપાટણ નગર પાલિકાના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ
author img

By

Published : Mar 7, 2020, 7:01 PM IST

પાટણઃ નગરપાલિકાનું હયાત બિલ્ડીંગ વર્ષો જૂનું હોવાથી જર્જરિત થયું છે, ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા નગરપાલિકા કમ્પાઉન્ડમાં જ નવીન બિલ્ડીંગ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી રૂપિયા 2 કરોડના ખર્ચે હાલમાં નવું બિલ્ડીંગ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

આ બિલ્ડિંગનું બાંધકામ મોટાભાગે પૂર્ણ થયું છે, ત્યારે નગરપાલિકાના સત્તાધીશો એ લાઈટ ફીટીંગ માટે રૂપિયા 17 લાખ મંજૂર કર્યા છે. જેને લઇ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના બાગી મહિલા સભ્ય એ નવીન બિલ્ડિંગના બાંધકામમા નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરે મીલીભગત કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કર્યો છે. જેને લઇ આ મુદ્દો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે.

પાટણ નગરપાલિકાના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ
જો કે, આ મુદ્દાને લઇ પાટણ નગરપાલિકાના પ્રમુખે મહિલા સભ્યએ લગાવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને નવા બિલ્ડિંગની ટેન્ડર પ્રક્રિયામા લાઈટ ફીટીંગની શરત ભૂલથી લખવાની રહી ગઈ હોવાનું જણાવ્યું હતું. નગરપાલિકાના નવીન બિલ્ડીંગ મામલે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ હાલમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છેસ ત્યારે આગામી દિવસમાં આ મુદ્દો કેવો રંગ લાવે છે, તે જોવાનું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details