અમદાવાદઃ વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા અને નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર મનોજ પટેલે પોતાના જીવન સફરના 52 વર્ષ પૂર્ણ કરી 53માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી કરી હતી. શહેરના વોર્ડ નંબર 1 ના તમામ સફાઈ કામદારભાઈઓને કપડાં અને મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી હતી.
પાટણના નગરસેવકે જન્મદિવસ નિમિત્તે 500 લોકોના વીમાકવચ લેવાનો સંકલ્પ કર્યો - Birthday
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક મનોજ પટેલે પોતાના 53માં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાત વર્ગને મદદરૂપ બનવાના હેતુને સિદ્ધ કરવા સંકલ્પ કર્યો છે. વોર્ડના 500થી વધુ લોકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા કવચ યોજના હેઠળ આવરી લઈ તેઓના બે વર્ષ સુધીના વીમા પ્રીમિયમ ભરવાનો સંકલ્પ લીધો હતો. આ ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને જરૂરિયાતમંદોને લાભ પહોંચાડી શ્રમજીવી વર્ગ સાથે રહી જન્મદિવસની ઉજવણી કરી હતી.
![પાટણના નગરસેવકે જન્મદિવસ નિમિત્તે 500 લોકોના વીમાકવચ લેવાનો સંકલ્પ કર્યો પાટણના નગરસેવકે જન્મદિવસ નિમિત્તે 500 લોકોના વીમાકવચ લેવાનો સંકલ્પ કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8984770-thumbnail-3x2-manoj-birthday-7204891.jpg)
પાટણના નગરસેવકે જન્મદિવસ નિમિત્તે 500 લોકોના વીમાકવચ લેવાનો સંકલ્પ કર્યો
આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો શહેરમાં અને જિલ્લામાં કોરોના નાબૂદી થાય તે માટે ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસ્તારના લોકોએ યજ્ઞમાં આહુતિ આપી હતી આ ઉપરાંત વોર્ડ નંબર 1 ના વિવિધ આગેવાનો અને સંગઠનોના દ્વારા કોર્પોરેટરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પાટણના નગરસેવકે જન્મદિવસ નિમિત્તે 500 લોકોના વીમાકવચ લેવાનો સંકલ્પ કર્યો