ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ વોર્ડ નં.1ના કોર્પોરેટએ રાશન કીટનુ વિતરણ કર્યુ - corona news of gujrat

પાટણ શહેર સહિત જીલ્લામાં અત્યારે લોકડાઉનને લઇ ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમજીવીઓને રોજીરોટી બંધ હોવાથી તેઓની આવક પણ બંધ થઈ છે, જેને કારણે તેઓને ભોજનસામગ્રી ખરીદવામાં નાણાંના અભાવે મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 1ના નગરસેવક દ્વારા પોતાના વોર્ડમાં જરૂરિયાત મંદોને રાશન કીટ આપવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે.

પાટણના વોર્ડ નં.1 કોર્પોરેટર દ્વારા રાશન કીટનુ વિતરણ
પાટણના વોર્ડ નં.1 કોર્પોરેટર દ્વારા રાશન કીટનુ વિતરણ

By

Published : Apr 24, 2020, 8:59 PM IST

પાટણઃ શહેરના વોર્ડ નંબર 1 પછાત વિસ્તાર છે, અહી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. જ્યારે હાલમાં લોકડાઉનના સમયગાળામાં આ વિસ્તારના ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. ત્યારે સ્થાનિક કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા પોતાના વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના આશયથી સેવાયજ્ઞ શરૂ કર્યો છે. તેઓએ જરૂરિયાતમંદો માટે શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની 400થી વધુ રાશન કીટ તૈયાર કરી છે. તેમના આ સેવાકાર્યમાં 5 વોર્ડના યુવાનો પણ પોતાનો સહયોગ આપી રહ્યા છે. તેઓ જરૂરિયાતમંદ પરિવારોના ઘર ઘર સુધી કીટ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાટણ વોર્ડ નં.1ના કોર્પોરેટએ રાશન કીટનુ વિતરણ કર્યુ Summary Note


કોરોના વાઇરસની મહામારી વચ્ચે પોતાના પરિવારોની પણ ચિંતા કર્યા વગર લોકોના રક્ષણ માટે ખડેપગે રહેતા ડૉક્ટર્સ, નર્સ,સફાઈ કામદારો તેમજ પોલીસ તંત્રની કામગીરીને પણ નગરસેવકે બિરદાવી હતી.

ABOUT THE AUTHOR

...view details