- જિલ્લામાં 25 સ્થળોએ રસીકરણની કામગીરી શરૂ કરાઈ
- ગ્રામ્ય વિસ્તારોમાં 18 અને શહેરી વિસ્તારોમાં સાત સ્થળોએ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયાં
- લોકોએ રસીકરણ માટે ઉત્સાહ દાખવ્યો
પાટણ : તૌકતે વાવાઝોડાને પગલે સરકારની સૂચનાથી સમગ્ર જિલ્લામાં ત્રણ દિવસ માટે લોકોને રસી આપવાનું બંધ કરવામાં આવ્યું હતું, ત્યારે ગુરુવારે ફરીથી રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાટણ શહેરના વૉર્ડ નંબર 1માં એમ. એન. હાઇસ્કુલ ખાતે કુલ 3 વેક્સિનેશન બૂથ પર રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વેક્સિનેશન બૂથ પર સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રજિસ્ટેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. રજિસ્ટ્રેશન કરાવનારા વ્યક્તિઓને ક્રમ મુજબ રસી આપવામાં આવી હતી. જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ રસીકરણ સેન્ટરની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
પાટણ જિલ્લામાં કોરોના રસીકરણ ફરી કાર્યક્રમ શરૂ કરાયો આ પણ વાંચો : નર્મદા જિલ્લામાં વાવાઝોડાથી કેળના પાકને નુકશાન, ખેડૂતોઓએ સહાયની કરી માગ
જિલ્લા કલેક્ટરે રસીકરણ સેન્ટરોની લીધી મુલાકાત
આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પાટણ તાલુકાના બોરસણ, ચંદ્રુમાણા, ચાણસ્મા તાલુકાના વડાવલી, ધારપુરી, હારીજ તાલુકાના દુદખા, રણાવડા, સાંતલપુર તાલુકાના બાબરા, બોરૂડા, રાધનપુર તાલુકાના બંધવડ, સાતુન, શંખેશ્વર તાલુકાના કુંવારદ, લોલાડા, સરસ્વતી તાલુકાના અમરપુરા, ભાટસણ, સિદ્ધપુર તાલુકાના કલાણા અને ડીંડોલી ગામોમાં 18 સ્થળોએ તેમજ શહેરી વિસ્તારમાં સિદ્ધપુર, હારીજ, ચાણસ્મા અને રાધનપુર મળી કુલ 7 સ્થળોએ રસીકરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : દમણમાં 18થી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ
પાટણ શહેરમાં અત્યાર સુધી 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 31 હજાર લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે
પાટણ શહેરમાં 45 વર્ષથી વધુ ઉંમરના 38 હજાર વ્યક્તિઓમાંથી 31 હજાર લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધેલો છે અને બાકીના 7 હજાર લોકોને 31મી મે સુધી રસી આપી લક્ષ્યાંક પૂરો કરવામાં આવશે. વેક્સિનેશન બૂથ ઉપર રજિસ્ટ્રેશન કરાવનારા 100 વ્યક્તિઓને રસી આપવામાં આવશે અને ત્યારબાદ રજિસ્ટ્રેશન કરાવનારા વ્યક્તિઓને આયોજનબદ્ધ રીતે આગામી દિવસોમાં રસી આપવા માટે તેઓના મોબાઈલ ફોન ઉપર તારીખ સમય અને સ્થળની વિગતો મોકલી આપવામાં આવશે.