● સાંસદના આદર્શ ગામમાં 70 ટકા ( Corona Vaccination) થયું
● 535ના લક્ષ્યાંક સામે 373 લોકોએ રસી લીધી
● 26 લોકોએ રસીના બંને ડોઝ લીધા
● 45 વર્ષથી વધુ વય ધરાવતા 162 લોકો હજુ પણ રસી નથી લીધી
પાટણ : કોરોના સંક્રમણથી બચવા રાજ્ય સરકાર દ્વારા કોરોના રસીકરણ ( Corona Vaccination) અભિયાન હાથ ધરી પરિવારના પ્રત્યેક લોકો રસી લે તે માટે રસીકરણ નિઃશુલ્ક કર્યું છે અને તે માટે વહીવટીતંત્ર દ્વારા લોકોમાં જનજાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો રસી લઇ કોરોનાથી સુરક્ષિત બને તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું કાનોસણ ગામ કે જે સાંસદ ( MP Bharatsinh dabhi) ભરતસિંહ ડાભીનું આદર્શ ગામ છે. આ ગામમાં 6 માર્ચથી રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકોના 535ના લક્ષ્યાંક સામે 373 વ્યક્તિઓએ રસી લીધી છે. 26 લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. જ્યારે 162 વ્યક્તિઓ બાકી છે. ત્યારે બાકી રહી ગયેલા લોકોને પણ રસી આપવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું 70 ટકા રસીકરણ થયું છે. ત્યારે આગામી સમયમાં 18 થી 44 વર્ષના લોકો માટે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે.
વહીવટી તંત્રની જનજાગૃતિ અને સાંસદની અપીલને કારણે ગામમાં 70 ટકા ( Corona Vaccination) થયું
સરસ્વતી તાલુકાના કાનોસણ ગામમાં રસીકરણની ( Corona Vaccination) કામગીરીની શરૂઆત કરવામાં આવી ત્યારે પ્રથમ તબક્કામાં ગામમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકોએ રસી લીધી હતી. ત્યારે આરોગ્યતંત્ર અને ગામના સરપંચે ઘરે ઘરે જઈ લોકોનો સંપર્ક કરી રસી લેવા માટે અપીલ કરી હતી. તેમજ આ વિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભીએ ( MP Bharatsinh dabhi) ગામની મુલાકાત લઇ ગામના દરેક સમાજના આગેવાનો સાથે બેઠક કરી કોરોના સામે રક્ષણ મેળવવા માટે દરેક વ્યક્તિને ફરજિયાત રસી લેવા અપીલ કરતા ગામમાં 70 ટકા જેટલું રસીકરણ થયું છે.