- પાટણ જિલામાં કોરોના વેકસીનના 10240 ડોઝ ફાળવવામાં આવ્યા
- આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલ ફ્રન્ટ વોરિયરને રસીકરણ કરાશે
- સંસદ ભરતસિંહ ડાભીના હસ્તે રસીકરણ અભિયાનનો શુભ આરંભ
પાટણ : જિલ્લામાં રસીકરણ અભિયાનના પ્રારંભે કોરોના ફ્રન્ટ વોરિયર હેલ્થ વર્કર્સને આજે રસી આપવામાં આવી હતી. ડૉ. મોહનીશ શાહે આજે પ્રથમ રસીકરણ કરાવી આ રસી સેફ છે. કોઈ જ આડઅસર નથી અને દરેક જણે લેવી જોઈએ એમ જણાવી પોતાના અનુભવ જણાવ્યા હતા.
ત્રણ કોરોના વેકસીનેશન બુથ ખાતે રસી આપવામાં આવી
પાટણ જિલ્લામાં કોરોના વેકસીનના 10240 ડોઝ ફાળવવામાં આવ્યા છે.પ્રથમ તબકામાં 600 જેટલા હેલ્થ કર્મચારીઓને જિલ્લામાં શરૂ કરાયેલ ત્રણ કોરોના વેકસીનેશન બુથ ખાતે રસી આપવામાં આવી હતી. પાટણ સિવિલ હોસ્પિટલ સિવાય જિલ્લામાં ધારપુર ખાતે જિ આઈ.ડી.સીના ચેરમેન બળવંત સિંહ રાજપૂત અને રાધનપુર ખાતે પૂર્વ ધારસસભ્ય અલ્પેશ ઠાકોરે રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.જિલ્લામાં 8500 કરતા વધુ આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલ ફ્રન્ટ વોરિયરને રસીકરણ કરવામાં આવશે.