- પાટણ જિલ્લામાં સાત મહિના બાદ કોરોનાએ દીધી દસ્તક
- સિદ્ધપુર કોરોનાની ઝપટમાં આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું
- પ્રથમ લહેરમાં પણ કોરોનાનો પ્રથમ કેસ સિદ્ધપુરમાં નોંધાયો હતો
પાટણ:કોરોનાની પ્રથમ (Corona's first wave) અને બીજી લહેરે (Corona's second wave) સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો હતો અને ઘાતક સાબિત થઈ હતી, ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી આ વાઇરસ હળવો થતાં પૉઝિટિવ કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી હતી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ દિવાળી અને લગ્નસરાની સિઝન બાદ સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાના કેસ સપાટી પર આવ્યા છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કોરોનાના કેસ નોંધાયા બાદ પાટણ જિલ્લામાં પણ કોરોનાના 2 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા રોજેરોજ દંપતીની મુલાકાત લેવામાં આવશે
પાટણના સિધ્ધપુરમા દંપતી કોરોના પૉઝિટિવ થતા આરોગ્યતંત્રની ચિંતામાં વધારો થયો છે. આરોગ્ય તંત્ર દ્વારા પતિ-પત્નીને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા રોજેરોજ આ દંપતીની મુલાકાત લેવામાં આવશે. તો સાવચેતીના ભાગરૂપે આરોગ્ય તંત્ર (Health system) દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. RTPCR ટેસ્ટની કામગીરી વધારવામાં આવી છે.
પ્રથમ લહેરમાં કોરોનાનો પ્રથમ કેસ સિદ્ધપુરમાં નોંધાયો હતો.