ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના ડેર ગામે ભાજપ બક્ષીપંચ મોરચા કાર્યકર્તા સંમેલન યોજાયું, કે લક્ષ્મણે શું કહ્યું જૂઓ - BJP Bakshi Panch Morcha

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય હલચલો તેજ બની છે. પાટણમાં પણ વિવિધ મતદાર સમૂહો પોતાનું બળ દર્શાવી રહ્યાં છે. પાટણના ડેર ગામે ભાજપના બક્ષીપંચ મોરચાનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અધ્યક્ષ ડો. કે. લક્ષ્મણ ઉપસ્થિત રહ્યાં હતાં. Convention of Patan Bakshi Panch Morcha , Der village of Patan , BJP Rashtriya Bakshi Panch Morcha Chairman K Lakshman

પાટણના ડેર ગામે ભાજપ બક્ષીપંચ મોરચા કાર્યકર્તા સંમેલન યોજાયું, કે લક્ષ્મણે શું કહ્યું જૂઓ
પાટણના ડેર ગામે ભાજપ બક્ષીપંચ મોરચા કાર્યકર્તા સંમેલન યોજાયું, કે લક્ષ્મણે શું કહ્યું જૂઓ

By

Published : Sep 13, 2022, 9:51 PM IST

પાટણ ભાજપના શાસનમાં બક્ષીપંચ સમાજને થતા અન્યાય સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લડત ચલાવવા આહવાન કરતા બક્ષીપંચ સમાજની વોટ બેન્કને સુરક્ષિત રાખવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા પણ બક્ષીપંચ સમાજના સંમેલનો યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે પાટણ તાલુકાના ડેર (Der village of Patan) ગામે ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય રાજ્યસભાના સાંસદ અને ભાજપ રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ડો. કે. લક્ષ્મણ ( BJP Rashtriya Bakshi Panch Morcha Chairman K Lakshman ) ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. પાટણ બક્ષીપંચ જાતિના ( Convention of Patan Bakshi Panch Morcha ) વિવિધ સમાજોના આગેવાનોએ મોમેન્ટો અર્પણ કરી ફૂલહાર પહેરાવી તેમનું સન્માન કર્યું હતું.

કેન્દ્ર સરકારના પ્રધાનમંડળમાં પણ 27 ટકા ઓબીસી સમાજના પ્રતિનિધિઓ છે

ગાંધી પરિવારની ટીકાપાટણ વિધાનસભા બક્ષીપંચ મોરચાના ( Convention of Patan Bakshi Panch Morcha ) સંયોજક મંગાજી ઠાકોર આયોજિત સંમેલનને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર કે લક્ષ્મણે ( BJP Rashtriya Bakshi Panch Morcha Chairman K Lakshman ) જણાવ્યું હતું કે કોંગ્રેસ પરિવારવાદથી ચાલતી પાર્ટી છે. નેહરુથી લઈ રાહુલ ગાંધી સુધી માત્ર પરિવારનું જ વિચાર્યું છે. દેશ માટે કોઈએ વિચાર્યું નથી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક સમાજ પછાત વર્ગ અને ગરીબોની ચિંતા કરી તમામ માટે કામ કરે છે. ભાજપના શાસનમાં બક્ષીપંચ સમાજના મુસ્લિમ દલિત અને આદિવાસી સમાજના પ્રતિનિધિ રાષ્ટ્રપતિ બન્યા છે.

ભાજપના કાર્યો ઉજાગર કર્યાં કેન્દ્રીય વિદ્યાલય નવોદય વિદ્યાલય અને તબીબી ક્ષેત્રે ભાજપના શાસનમાં અનામત લાગુ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના પ્રધાનમંડળમાં પણ 27 ટકા ઓબીસી સમાજના પ્રતિનિધિઓ છે. યુવાનો રોજગાર લેનાર નહીં આપનાર બને તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે. દેશમાં કોઈ ગરીબ ભૂખ્યો ન સૂવે તે માટે ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ આપવામાં આવે છે.

કોણ રહ્યાં ઉપસ્થિતસંમેલનમાં બક્ષીપંચ મોરચાના ( Convention of Patan Bakshi Panch Morcha ) પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનડ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈ, સાગર રાયકા, મયંક નાયક સહિત પક્ષના હોદ્દેદારો કાર્યકરો ( Convention of Patan Bakshi Panch Morcha ) ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details