બેરોજગારીના મુદ્દે પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું - ગુજરાત કોંગ્રેસ
દેશમાં વધી રહેલી બેરોજગારીના મુદ્દે ગુરુવારે પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ હિંગળાચાચર ચોક ખાતે એકત્ર થઈ સરકાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે, પોલિસે 15 જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી.

પાટણઃ સમગ્ર દેશમાં છેલ્લા કેટલાંક સમયથી બેરોજગારી દિવસે-દિવસે વધી રહી છે. આ સાથે જ શિક્ષિત બેરોજગારોની સંખ્યામા વધારો થઈ રહ્યો છે. યુવાનોને કોઈ ક્ષેત્રમાં નોકરીઓ મળતી નથી અને જે જગ્યાએ મળે છે ત્યાં તેઓનું શોષણ થાય છે. ત્યારે દેશમાંથી બેરોજગારી દૂર થાય અને યુવાનોને નોકરી મળી રહે તે માટે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરુવારે પાટણમાં કોંગ્રેસ દ્વારા શહેરના હિંગળાચાચર ચોક ખાતે કોંગ્રેસ આગેવાનો કાર્યકરો એકઠા થયા હતા અને વિવિધ બેનરો સાથે સરકાર વિરુદ્ધ સૂત્રો પોકારી દેખાવો કર્યા હતા.