ગુજરાત રાજયની 6 વિધાનસભાની પેટા ચૂંટણીમાં 6 બેઠકો પર ભારે બહુમતીથી ભાજપ વિજય પ્રાપ્ત કરશે તેવા દાવા કરનાર ભાજપ મોવડી મંડળને મતદારોએ લપડાક મારી છે. કોંગ્રેસમાંથી પેરાશૂટ બનીને ભાજપ આવેલ ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરને રાધનપુરમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મત ગણતરી કતપુર એન્જિનિયરિંગ કૉલેજ ખાતે કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડથી જ કોંગ્રેસના ઉમેદવારે સરસાઈ જાળવી રાખી હતી. રાધનપુર શહેરમાંથી કોંગ્રેસને સારી લીડ મળી હતી. જ્યારે સમી પંથકનાં બૂથોમાં અલ્પેશ ઠાકોરનું પલ્લું ભારે રહ્યું હતું. ભાજપનાં ઉમેદવાર અલ્પેશ ઠાકોરને 73603 મત, કોંગ્રેસનાં ઉમેદવાર રઘુ દેસાઈને 77410 મત મળતા તેમને 3807 મતોથી વિજયી ઘોષિત કરવામા આવ્યાં હતાં. આ ચૂંટણીમાં 47 મત રદ કરવામાં આવ્યાં હતાં જ્યારે 2793 મત નોટોમાં પડ્યા હતાં. કુલ 1,67,269 મતદાન થયુ હતું.
રાધનપુર બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આપી ભાજપને માત - news of gujarat elections
પાટણ: રાધનપુરની પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસનાં ઉમેદવાર રઘુ દેસાઈએ 3807 મતોથી ભાજપને માત આપી રાધનપુરની બેઠક જાળવી રાખી છે. મત ગણતરી બાદ ભારે રસાકસી પછી કૉંગ્રેસનાં ઉમેદવારને સત્તાવાર રીતે વિજયી ઘોષિત કરાતા કોંગ્રેસ છાવણીમાં જશ્નનો માહોલ છવાયો હતો.
રાધનપુર
રાધનપુર બેઠક પર કારમી હારનો સામનો કરનાર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે હાર પાછળ જાતીવાદી પરિબળોને જવાબદાર ગણાવ્યા હતાં. નવા જોમ, જુસ્સા નવી તાકાત અને નવી ઉર્જા સાથે ફરી પ્રજા વચ્ચે આવવાની ઘોષણા કરી હતી.