ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં વોર્ડ નંબર 8 અને 10ના કોંગ્રેસના ઉમેદવારોએ બાઇક રેલી યોજી - સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021

રાજ્યમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. જે બાદ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જીત મેળવવા ભાજપ અને કોંગ્રેસ બન્નેએ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત પાટણમાં વોર્ડ નંબર 8 અને 10ના ઉમેદવારોએ કાર્યકરો સાથે બાઈક રેલી યોજી હતી.

પાટણ કોંગ્રેસની બાઈક રેલી
પાટણ કોંગ્રેસની બાઈક રેલી

By

Published : Feb 25, 2021, 8:55 PM IST

  • પાટણમાં ચૂંટણીનો રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો
  • વોર્ડ નંબર 8 અને 10ના કોંગ્રેસના ઉમેદવારોએ બાઇક રેલી યોજી
  • વધતી જતી મોંઘવારીના વિરોધમાં રેલી

પાટણઃ પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવનારા વોર્ડ નંબર 8 અને 10ના કોંગ્રેસના ઉમેદવારોએ ગુરુવારે શહેરના ખાન સરોવર દરવાજા ખાતેથી બાઈર રેલી યોજી હતી. આ રેલી ભાજપના શાસનમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં કરવામાં આવી હતી. જેમાં લોક જાગૃતિ અર્થે અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરાઈ હતી.

પાટણ કોંગ્રેસની બાઈક રેલી

નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા મતદારોને કરાઇ અપીલ

પાટણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઠેરઠેર સભાઓ અને રેલીઓ યોજવામાં આવી રહી છે. પાટણ શહેરના વોર્ડ નંબર 8 અને 10ના કોંગ્રેસના ઉમેદવારોએ ગુરુવારે શહેરના ખાન સરોવર દરવાજા ખાતેથી બન્ને વોર્ડના ઉમેદવારોની સાથે કોંગ્રેસના આગેવાનો અને તેમના સમર્થકો ગેસ સિલિન્ડર અને તેલના ડબ્બા સાથે મજા મૂકેલી મોંઘવારીના વિરોધમાં રેલી પ્રસ્થાન કરી હતી. જે રેલી વોર્ડ નંબર 8 અને 10ના વિવિધ મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં પરિભ્રમણ કરી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાનું સુકાન કોંગ્રેસ પાર્ટીને સોંપવા મતદારોમાં જાગૃતિ ફેલાવી હતી.

મતદારો દ્વારા આવકાર

પાટણ શહેરના વોર્ડ નંબર 8 અને 10ના કોંગ્રેસના ઉમેદવારો રેલી સ્વરુપે વિવિધ મહોલ્લાઓમાં ફર્યા હતા. જ્યાં તેમને મતદારો દ્વારા આવકારવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details