- વોર્ડ નં.1 ના કોંગ્રેસના ઉમેદવારોએ રિક્ષામાં બેસી પ્રચાર શરૂ કર્યો
- પેટ્રોલના વધતા ભાવો અને મોંઘવારીને લઈ કરાયો અનોખો પ્રચાર
- ઉમેદવારો રીક્ષામાં બેસીને મતદારો સુધી પહોંચ્યા
પાટણમાં વોર્ડ નંબર 1નાં કોંગી ઉમેદવારોએ રીક્ષામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો - patan news
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને હવે પાટણ પાલિકાના 11 વોર્ડ માં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારનો પ્રારંભ કરાયો છે. ત્યારે પાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ દ્વારા અનોખી રીતે પ્રચાર-પ્રસાર શરૂ કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

પાટણમાં વોર્ડ નંબર 1નાં કોંગી ઉમેદવારોએ રીક્ષામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
પાટણ: નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં હવે ઉમેદવારો દ્વારા અવનવી રીતે મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં કોંગ્રેસની પેનલ દ્વારા અનોખી રીતે પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 1 ના કોંગ્રેસની પેનલ ના ઉમેદવાર ભાવિક રામી,મધુભાઈ પટેલ, આશાબેન ઠાકોર અને સંગીતાબેન રાવળ રિક્ષામાં બેસી પ્રચારનો દોર શરૂ કર્યો હતો અને ફૂલોથી સજાવેલી રીક્ષા સાથે મતદારો સુધી પહોંચ્યા હતાં.
પાટણમાં વોર્ડ નંબર 1નાં કોંગી ઉમેદવારોએ રીક્ષામાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો