ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Elections 2022 : કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યોને લેવા માટેનું કેલેન્ડર ભાજપે બનાવ્યું : જગદીશ ઠાકોર

પાટણમાં કોંગ્રેસ દ્વારા કાર્યકરોને તાલીમથી સજ્જ કરવાનો (Congress Assembly Training Camp in Patan) કાર્યક્રમો હાથ ધરાયો હતો. જેમાં ચૂંટણી ધ્યાને (Gujarat Assembly Elections 2022) રાખીને જગદીશ ઠાકોર કેટલાક દાવાઓ કર્યા હતા. તો બીજી તરફ નરેશ પટેલના વિશે વાત કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

Gujarat Assembly Elections 2022 : કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યોને લેવા માટેનું કેલેન્ડર ભાજપે બનાવ્યું : જગદીશ ઠાકોર
Gujarat Assembly Elections 2022 : કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યોને લેવા માટેનું કેલેન્ડર ભાજપે બનાવ્યું : જગદીશ ઠાકોર

By

Published : Apr 13, 2022, 8:29 AM IST

Updated : Apr 13, 2022, 10:57 AM IST

પાટણ : ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) અનુલક્ષી કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ હાથ ધરીને સજ્જતા ધારણ કરવામાં આવી રહી છે. ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા આગેવાનો કાર્યકરોને તાલીમથી સજ્જ કરવાના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની તાલીમ શિબિર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશ ઠાકોર (Congress State President Jagdish Thakor) પ્રદેશ સંગઠન પ્રભારી, હોદ્દેદારો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં ચાણસ્મા ખાતે યોજાઇ હતી.

પાટણમાં કોંગ્રેસ સમિતિની તાલીમ શિબિરપાટણમાં કોંગ્રેસ સમિતિની તાલીમ શિબિર

"કોંગ્રેસ હરિયાળી ક્રાંતિ લાવશે"-પાટણ જિલ્લામાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં કોંગ્રેસ સમિતિની તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં જિલ્લાના તમામ આગેવાનો હોદ્દેદારો તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. 2022માં કોંગ્રેસની સરકાર બનશે તો 20 લાખ બેરોજગારોને સરકારી નોકરી આપવાનું નિવદેન જગદીશ ઠાકોરે આપ્યું હતું. વઘુમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગેસના બાટલાનો ભાવ 500થી વધવા નહીં દઈએ. ઉત્તર ગુજરાતની પાંચ નદીઓ પર 100 કરોડના ખર્ચે ચેકડેમ બનાવી કોંગ્રેસ હરિયાળી ક્રાંતિ લાવશે.

પાટણમાં કોંગ્રેસ સમિતિની તાલીમ શિબિર

"ચૂંટણીને લઈને કોંગ્રેસના કાર્યકરોને હાકલ"- પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની તાલીમ શિબિરને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આગામી ચૂંટણીને અનુલક્ષીને સજ્જ (Preparations for Congressional Elections) થઈ જવા આગેવાનો, કાર્યકરોને હાકલ કરી હતી. જગદીશ ઠાકોરે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનું મોંઘવારીના મારથી નાગરિક હેરાન પરેશાન બન્યા હોવાનું જણાવ્યું હતું. બેરોજગાર યુવાનો માટે પ્રવર્તી રહ્યો હોવાનું તેમજ ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ, કર્મચારીઓ સહિત સમાજના તમામ વર્ગો વર્તમાન સરકારથી નારાજ હોવાનું જણાવ્યું હતું.

પાટણમાં કોંગ્રેસ સમિતિની તાલીમ શિબિર

આ પણ વાંચો :Congress Pray For Peace : ગુજરાત કૉંગ્રેસે વિશ્વશાંતિ માટે સમર્થેશ્વર મહાદેવને પ્રાર્થના કરી

"કોંગ્રેસમાં આગેવાનોને જોડાવા વિનંતી" -જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, સામાજિક નેતૃત્વ કરતા હોય તેવા તમામ આગેવાનોને કોંગ્રેસ આવકારવા તૈયાર છે. ભાજપ ચૂંટણી જાહેર કરે તો પણ કોંગ્રેસ ચૂંટણી માટે સજ્જ છે. તાલીમ શિબિરમાં પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં આવી રહ્યા હોવા બાબતે પત્રકારોએ પૂછતા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સામાજિક કામ કરતા સારા આગેવાનોને કોંગ્રેસ પાર્ટી હંમેશા સ્વીકારે છે. કોંગ્રેસ પક્ષમાં સામાજિક કામ કરતા રાજકીય આગેવાનો (Congress Program Regarding Elections in Gujarat) પ્રવેશ કરે તેવી જાહેરમાં વિનંતી કરવામાં આવી છે.

ભાજપ પર પ્રહાર - નરેશ પટેલથી લઈને કોઈ પણ સારા આગેવાનો ગુજરાતમાં સામાજિક નેતૃત્વ કરતા હોય, શૈક્ષણિક કામ કરતા હોય, કે કોઈ એનજીઓમાં કામ કરતા હોય તેવા તમામ લોકોને કોંગ્રેસ પક્ષ આવકારવા કટીબદ્ધ છે. કોંગ્રેસના આગેવાનો ધારાસભ્યોને લેવા માટેનું કેલેન્ડર ભાજપે(Congress Attacks BJP in Patan) બનાવ્યું છે. તેના સિવાય બીજો કોઈ કાર્યક્રમ BJP પાસે નથી. ભાજપ તમામ રાજકીય પક્ષોને ધાક-ધમકી, લોભ-લાલચ આપી જેલમાં પુરવાની ધમકી આપી રાજનીતિ કરી રહી છે.

આ પણ વાંચો :Jagdish Thakor on CM Patel: જગદીશ ઠાકોરનો મુખ્યપ્રધાનને પ્રશ્ન, શું તમે ગોડસેના વારસદાર છો? અને હોવ તો કહી દો...

વિવિધ આગેવાનો હાજર - જગદીશ ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસની આ એક દિવસીય તાલીમ (Congress Assembly Training Camp in Patan) શિબિરમાં હતી. જેમાં ઉત્તર ગુજરાત ઝોનના સંગઠન પ્રભારી વિરેન્દ્ર સિંહ રાઠોડ, જિલ્લા પ્રભારી મુકેશ ચૌધરી, જિલ્લા કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય શહીદ જિલ્લાના તમામ શહેર અને તાલુકાના પ્રમુખ મંત્રીઓ અને ચૂંટાયેલા સભ્યો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Apr 13, 2022, 10:57 AM IST

ABOUT THE AUTHOR

...view details