પાટણઆગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થવાની ગણતરીઓ (Congress candidate in Patan) ઘડાઈ રહી છે, જેને લઇ રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તો કેટલીક બેઠકો ઉપર પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ પણ કરાઈ રહી છે, ત્યારે પાટણ જિલ્લાની (Local demand in Harij) ચાર બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો વચ્ચે ટિકિટને લઈ અત્યારથી જ ખેંચતાણ જોવા મળી રહી છે. રાધનપુર વિધાનસભા સીટ ઉપર ભાજપ અને કોંગ્રેસ પક્ષમાંથી સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગને લઈને કાર્યકરો દ્વારા સંમેલનો યોજવામાં આવી રહ્યા છે.
ખભેથી ખભો મિલાવશું, સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગ - વિધાનસભા
હારીજના નવાપુરા ગામે ચાર તાલુકાઓના કોંગ્રેસના કાર્યકરોનું (Harij Assembly Candidate) શક્તિ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા બુલંદ માંગ કરાઈ હતી. સ્થાનિકને ટિકિટ મળશે તો તમામ લોકો સંગઠિત બની સ્થાનિકને જીતાડવા માટે ખભેથી ખભો મિલાવી કામ કરશે તેવા શપથ લીધા હતા. (Congress Activists Convention in Harij)
કોંગ્રેસ પક્ષ પ્રત્યે વફાદારીચાણસ્મા વિધાનસભા સીટ ઉપર સ્થાનિક ઉમેદવારને જ કોંગ્રેસ (Harij Assembly Candidate) પક્ષ દ્વારા ટિકિટ આપી મેદાનમાં ઉતારવામાં આવે તેવી માંગને લઈને હારીજ તાલુકાના નવાપુરા ગામ ખાતે ચાર તાલુકાઓના કોંગ્રેસના આગેવાનો કાર્યકરોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં આ બેઠક ઉપર 16 જેટલા સ્થાનિકો ઉમેદવારોએ ટિકિટની દાવેદારી કરી હતી. તમામ દાવેદારોએ ગોગા મહારાજના શપથ લીધા હતા કે જેને પણ ટિકિટ મળશે. તેને જીતાડીશું અને કોંગ્રેસ પક્ષ પ્રત્યે વફાદારી પૂર્વક કામ કરીશું. (Congress convention at Nawapura village)
બેઠક કોંગ્રેસને ગુમાવવી પડે છેચાણસ્મા વિધાનસભા સીટ ઉપર છેલ્લા 5 ટર્મથી કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવારને (Congress Activists Convention in Harij) મૂકવામાં આવતા હતા. જેથી સ્થાનિક મતદારો અને કોંગ્રેસ કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળે છે. જેને કારણે અત્યાર સુધી આ સીટ કોંગ્રેસને ગુમાવવી પડી છે. ત્યારે હવે જોવું રહ્યું કોંગ્રેસના આગેવાનો દ્વારા ક્યા પ્રકારના નિર્ણય લેવામાં આવે છે. Gujarat Assembly Congress Candidate, Chanasma assembly seat, Radhanpur assembly seat