ગુજરાત

gujarat

ETV Bharat / state

Accident In Patan: વારાહી પાસે હાઇવે પર દંપતિનો અકસ્માત, પત્નીનું મોત થતાં હાઇવે ઓથોરિટી સામે નોંધાઈ ફરિયાદ - Couple's accident in Patan

પાટણના રાધનપુર- સાંતલપુર હાઇવે ઉપર શનિવારે સાંજે બિસ્માર રોડને કારણે એક દંપતિને અકસ્માત (Couple's accident in Patan) થયો હતો, જેમાં પત્નીનું મોત થઈ જતાં પતિએ વારાહી પોલીસ મથકે હાઇવે ઓથોરિટીના જવાબદારો સામે ફરીયાદ (Complaint Against Highway Authority) નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ccident on highway near Varahi
ccident on highway near Varahi

By

Published : Jan 2, 2022, 7:23 AM IST

પાટણ: રાધનપુર- સાંતલપુર હાઇવે ઉપર વારાહી નજીક ટોલટેક્ષ (Complaint lodged against Highway Authority) બનાવી હાઇવે ઓથોરિટીના જવાબદારો દ્વારા વાહનચાલકો પાસેથી ટોલટેક્ષ ઉઘરાવવામાં આવે છે પરંતુ બિસ્માર હાઇવેની મરામત કરાતી નથી. આ હાઇવે ઉપર પડેલા મોટા મોટા ખાડાઓને કારણે અકસ્માત સર્જાય છે. શનિવારે સાંજના સુમારે આ હાઇવે પરથી બાઇક લઇ પસાર થઇ રહેલા દંપતિ પૈકી બાઇક મોટા ખાડામાં પટકાતા પાછળ બેઠેલી પત્ની હાઇવે પર પટકાતા ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજ્યુ હતું. આ અકસ્માતનો (Couple's accident in Patan) બનાવ હાઇવે ઓથોરિટીની બેદરકારીને કારણે બનતાં મૃતકના પતિએ વારાહી પોલીસ મથકે હાઇવે ઓથોરિટીના જવાબદારો સામે ફરીયાદ (Complaint Against Highway Authority) નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વારાહી પાસે હાઇવે પર બાઇક સવાર દંપતિના અકસ્માતમાં પત્નીનું મોત થતાં હાઇવે ઓથોરિટી સામે નોંધાઈ ફરિયાદ

છેલ્લા 10 દિવસમાં અકસ્માતમાં બે લોકોના નિપજ્યા મોત

અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ સમી તાલુકાના કાઠી ગામના પાલાભાઇ મોહનભાઇ મકવાણા પત્ની રતનબેન સાથે પોતાની બાઇક લઇ સમીથી રાધનપુર થઇ વારાહી (Accident Near Varahi) જતા હતા. તે સમયે સાદપુરા ગામના પાટીયા પાસે હાઇવે પર પડેલા મોટા ખાડામાં બાઇક પટકાતા બન્ને પતિ- પત્ની હાઇવે પર પટકાયા હતા અને બાઇકની પાછળ બેઠેલા પત્ની રતનબેનને ગંભીર ઇજાઓ થતા 108માં વારાહી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

વારાહી પાસે હાઇવે પર બાઇક સવાર દંપતિના અકસ્માતમાં પત્નીનું મોત થતાં હાઇવે ઓથોરિટી સામે નોંધાઈ ફરિયાદ

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અકસ્માતનો આ બનાવ (Accident In Patan) હાઇવે ઓથોરિટીના જવાબદારોના કારણે બન્યો હોવાથી અને તેના કારણે જ પત્નીનું મોત થતાં પાલાભાઇ મકવાણાએ વારાહી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા PSI ચૌધરીએ હાઇવે ઓથોરિટીના જવાબદારો સામે IPC કલમ 304 ( અ ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વારાહી પાસે હાઇવે પર બાઇક સવાર દંપતિના અકસ્માતમાં પત્નીનું મોત થતાં હાઇવે ઓથોરિટી સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: Accident on Visnagar Unjha Highway : ડમ્પર અને બાઇક વચ્ચે ટક્કર થતાં 3ના મૃત્યુ

આ પણ વાંચો: ખંભાતના માર્ગ પર ભંયકર અકસ્માતમાં 5 મોત, ત્રણ ઈજાગ્રસ્ત , બે પરિવારના બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી

ABOUT THE AUTHOR

...view details