પાટણ: નોવેલ કોરોના વાઇરસ સંક્રમણને નાથવા તકેદારી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તે માટે સામાજીક અંતર જાળવી COVID-19ના સંક્રમણને અટકાવવા આપવામાં આવેલા લોકડાઉન સમયે જિલ્લાના નાગરીકોને પોતાના ઘરમાં રહેવા તથા બહારથી આવેલા લોકોને હોમ કોરેન્ટાઈન રહેવા સુચના આપવામાં આવી છે, ત્યારે પાટણ શહેરમાં મહારાષ્ટ્રથી આવેલા એક વ્યક્તિએ હોમ કોરેન્ટાઈનનો ભંગ કરતાં જિલ્લા કલેક્ટરની સુચના અન્વયે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પાટણ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ વિરૂદ્ધ ગુજરાત એપેડેમિક એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હોમ કોરેન્ટાઈનનો ભંગ કરવા બદલ ગુજરાત એપેડેમિક એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ - Patan news
પાટણ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. પાટણના શહેરી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ વિરૂદ્ધ હોમ કોરેન્ટાઈનના ભંગ બદલ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
![હોમ કોરેન્ટાઈનનો ભંગ કરવા બદલ ગુજરાત એપેડેમિક એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ હોમ કોરોન્ટાઈન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6589930-905-6589930-1585503957831.jpg)
હોમ કોરોન્ટાઈન
જિલ્લા વહિવટી તંત્ર અત્યારે રાજ્યભરમાં લાગુ કરવામાં આવેલા ગુજરાત એપેડેમિક એક્ટની અમલવારી માટે પ્રતિબદ્ધ છે. તેનો ભંગ કરનારા વ્યક્તિ સામે કડકપણે પગલા લેવામાં આવશે. તેમ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું છે. વધુમાં હોમ કોરેન્ટાઈનનું પાલન કરી લોકડાઉનના સમયમાં ઘરમાં જ રહી જિલ્લા વહિવટી તંત્રને સહયોગ આપવા જિલ્લા કલેકટરે જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે.