ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના નગરસેવક સામે ફરિયાદ, ભડકાવ ભાષણ અંગે આક્ષેપ - પાટણ એ ડીવીઝન પોલીસ

વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) આડે હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે આ પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.પાટણ વિધાનસભા બેઠકનાં (Patan assembly seat) ભાજપના પ્રચાર દરમિયાન ચુંટણીની જાહેર સભામાં સંપ્રદાયો વચ્ચે વૈમનસ્ય પેદા થાય તેવા ભડકાઉ ભાષણ (inflammatory speech) કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એ - ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.

પાટણના નગરસેવક સામે ફરિયાદ, ભડકાવ ભાષણ અંગે આક્ષેપ
પાટણના નગરસેવક સામે ફરિયાદ, ભડકાવ ભાષણ અંગે આક્ષેપ

By

Published : Nov 29, 2022, 4:26 PM IST

પાટણ વિધાનસભા બેઠકનાં(Patan assembly seat) ભાજપના પ્રચાર દરમિયાન ચુંટણીની (Gujarat Assembly Election 2022) જાહેર સભામાં સંપ્રદાયો વચ્ચે વૈમનસ્ય પેદા થાય તેવા ભડકાઉ ભાષણ કરવાનો આક્ષેપ ધરાવતા પાટણ નગરપાલિકાનાં વોર્ડ નં . 1 નાં ભાજપનાં ચૂંટાયેલા સભ્ય મનોજ કે .પટેલ સામે વિધાનસભા ચુંટણીમાં આચારસંહિતાનાં મદદનીશ નોડલ અધિકારીએ(Nodal Officer) તરીકે ફરજ બજાવતા સંદિપ પટેલે પાટણ એ - ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

પાટણના નગરસેવક સામે ફરિયાદ, ભડકાવ ભાષણ અંગે આક્ષેપ

ભડકાવ ભાષણપાટણ જિલ્લામાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. રાજકીયપાર્ટીઓ દ્વારા એડીચોટીનો જોર લગાવી પ્રચાર પ્રસાર સહિત જાહેર સભાઓ કરવામાં આવી રહી છે. ત્યારે આવી જાહેર સભાઓમાં ભડકાવ ભાષણનામુદ્દાઓ પણ સામે આવ્યા છે. પાટણ શહેરના વોર્ડ નંબર એકમાં નારણજીના પાડા ખાતે તારીખ 26 નવેમ્બરના રોજ રાત્રે પાટણ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈની જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં આ વોર્ડના નગરસેવક અને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજ પટેલે હિન્દુ મુસ્લિમ ધર્મ અંગે ભડકાવ ભાષણ (inflammatory speech)કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મંદિર બનાવવું હોય તો ભાજપને મત આપજો અને મસ્જિદ બનાવવી હોય તો કોંગ્રેસને મત આપજો. મનોજ પટેલના આવા ભડકાઓ ભાષણને લઈને આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં વાયરલ થતા ચૂંટણીના મદદનીશ નોડલ અધિકારીએ આદર્શ આચાર સહિતા ભંગ બદલ મનોજ પટેલ સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ઉચ્ચારણોની સીડીપ્રાંત અધિકારીના હુકમથી ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી નોડલ અધિકારી ફરિયાદ અંગે ચૂંટણી નોડલ અધિકારી સંદીપ પટેલે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તારીખ 26 નવેમ્બરના રોજ રાત્રે સાલવીવાડાના નારણજીના પાડા ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની જાહેર સભામાં મનોજ પટેલે કોમકોમ વચ્ચે વૈમનસ્વ પેદા થાય તેવું ભાષણ કર્યું હતું જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પ્રાંત અધિકારીએ પણ આ મુદ્દે અમોને લેખિતમાં હુકમ કર્યો હતો . જેના અનુસંધાને મેં આદર્શ આચાર સંહિતાના ભંગ બદલ મનોજ પટેલ સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે લોકપ્રતિનિધિત્વ ધારા એક્ટ 1951ની કલમ 125 તથા આઇ.પી.સી. 153 ( એ ) , 153 ( બી ) , 117( સી ) , 295 , 295 ( એ ) , 505 મુજબ ગુનો નોંધ્યો હતો . આ બનાવ અંગે ચુંટણીનાં નોડલ અધિકારીએ સભાની મંજુરીનો પત્ર , નોડલ ઓફીસરનો પત્ર , સર્વેયરનો લેખિત રિપોર્ટ અને વિવાદિત ભાષણનાં ઉચ્ચારણોની સીડી પણ પોલીસ સમક્ષ રજૂ કરી ફરિયાદ નોંધાવી છે.

ખરાબ શબ્દ બોલ્યો નથીકોંગ્રેસના વિરોધમાં નિવેદન મુસ્લિમ સમાજ વિરોધ બોલ્યો નથી. મ મનોજ પટેલને પૂછતા તેઓ જણાવ્યું હતું કે મેં કોંગ્રેસ હિન્દુઓ સાથે અન્યાય કરતી હોય આ નિવેદન રાજકીય મુદ્દાને ધ્યાનમાં લઇ કોંગ્રેસ પક્ષને મત ન આપવા માટે કહ્યું હતું. આમા મુસ્લિમ સમાજના લોકોની લાગણી દુભાય એવો કોઈ ખરાબ શબ્દ બોલ્યો નથી. મારા મત વિસ્તારના અને શહેરના મુસ્લિમ સમાજના લોકો આજે પણ મારી સાથે છે.

ABOUT THE AUTHOR

...view details